HomeNationalસરપંચે દિવસમાં ત્રણ પ્રેમીકા સાથે લગ્ન કર્યા,6 બાળકો પણ જાનમાં આવ્યા

સરપંચે દિવસમાં ત્રણ પ્રેમીકા સાથે લગ્ન કર્યા,6 બાળકો પણ જાનમાં આવ્યા

દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તમે પણ ઘણા લગ્નોમાં હાજરી આપી હશે… પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ પુરુષે એક સાથે ત્રણ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હોય? મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં વરરાજાની એક નહીં પણ ત્રણ ત્રણ લાડી હતી. અહીંના એક પૂર્વ સરપંચે એક જ મંડપમાં ત્રણ ત્રણ પ્રેમીકાને વિધિસર પત્ની બનાવી હતી. છેલ્લા 15 વર્ષથી આ વ્યક્તિ ત્રણ પ્રેમિકા સાથે લીન ઈન રીલેશનશિપમાં રહેતો હતો. પણ ગામના લોકોએ આ લગ્નને સમર્થન આપતા ઉજવણીમાં જોડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના નાનપુર ગામના પૂર્વ સરપંચ સમરથ મૌર્યએ પોતાની ત્રણ પ્રેમીકા નાનબાઈ, મેલા અને સાકરી સાથે લગ્ન કર્યા છે.

એક જ દિવસે આ ત્રણ પ્રેમીકા સાથે લગ્ન કરીને અલગ અલગ સમયે ત્રણ લગ્ન કર્યા. એટલું જ નહીં સરપંચના કુલ છ સંતાનોએ પણ પિતાના લગ્નમાં હાજરી આપી હતી. 15 વર્ષ પહેલા એની આર્થિક સ્થિતિ સારી ન હતી. પણ હાલમાં ખેતીલાયક જમીન અને અન્ય વેપાર છે. આર્થિક સમૃદ્ધિ આવતા સરપંચે આદિવાસી પરંપરાથી લગ્ન કરી લીધા છે. આદિવાસી ભિલાલા સમુદાયમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા બાળકોને જન્મ આપવો યોગ્ય માનવામાં આવે છે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી શુભ પ્રસંગે તેઓ પત્ની સાથે હાજરી આપી શકતા નથી. આ કારણે સમરથે પોતાની ત્રણ પ્રેમીકા સાથે 15 વર્ષ સુધી રહ્યા બાદ સાત ફેરા ફર્યા છે. ભારતીય બંધારણની કલમ 342 અંતર્ગત આદિવાસી પરંપરા અને ખાસ સામાજિક પરંપરા હેઠળ આ લગ્નને માન્યતા મળી ગઈ છે. આદિવાસી પરંપરાનું માન રાખતા એક સાથે ત્રણ લગ્ન કરવા ગેરકાયદેસર નથી. તેમને તેમની પ્રથમ પત્ની નાન બાઈ (33 વર્ષ) થી 4 બાળકો છે. જેમાં 3 છોકરીઓ અને 1 છોકરો છે. બીજી પત્ની મેલા બાઈ (29 વર્ષ) થી 1 છોકરો છે. તે જ સમયે, ત્રીજી પત્ની સાકરી બાઈ (28 વર્ષ) થી 1 છોકરો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પૂર્વ સરપંચને 15 વર્ષમાં જ આ ત્રણેય સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં પડ્યા પછી, તેઓ તેમને ઘરે લઈ આવ્યા. આ પછી સમર્થને ત્રણ ગર્લફ્રેન્ડમાંથી છ બાળકો પણ છે. આ તમામે તેમના પિતાના લગ્નમાં હાજરી આપી છે.

ઈન્દૌરથી આશરે 200 કિમી દૂર નાનપુર ગામ આવેલું છે. આ લગ્નની કંકોત્રી અને કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં એક સાથે ત્રણ લાડીના નામ આંખ ચઢતા સૌ કોઈ ચોંકી ગયા છે. વર્ષ 2003માં પહેલી પ્રેમીકા સાથે સગાઈ થઈ હતી. પણ છેલ્લા 15 વર્ષથી ત્રણેય પ્રેમીકા સાથે રહીને સંસાર ચલાવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW