HomeGujarat10મેએ રાહુલ ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે, દાહોદમાં ગજવશે સભા

10મેએ રાહુલ ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે, દાહોદમાં ગજવશે સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. રવિવારે ગુજરાતના સ્થાપના દિવસે જ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. ત્યારે હવે આગામી તા. 10 મેના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. જ્યાં તેઓ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે.

આગામી તા. 10મેના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ અંગેનો કાર્યક્રમ એક-બે દિવસમાં જાહેર કરાશે. આ પહેલા રાહુલ ગાંધી તા.1લી મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે 10મી મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે. હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી એક-બે દિવસમાં તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત 18થી 20 એપ્રિલ સુધી પણ તેઓ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યારે તેમના બાદ હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW