HomeNationalબર્લિનમાં મોદીનું ભવ્ય સ્વાગત, મોદી મોદીના નારા લાગ્યા

બર્લિનમાં મોદીનું ભવ્ય સ્વાગત, મોદી મોદીના નારા લાગ્યા

વડાપ્રધાન મોદી ડેનમાર્ક અને ફ્રાંસના 3 દિવસીય પ્રવાસ પર છે. 2022માં વડાપ્રધાન મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. ત્રણ યુરોપીય દેશોની યાત્રા પર ગયેલા પીએમ મોદી બર્લિન પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા.

સાંજે 4.15 ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પીએમ મોદી સાથે મુલાકાત કરતી વખતે ભારતીય સમુદાયના લોકોએ તેમની સાથે સેલ્ફી તો લીધી જ હતી સાથે સાથે `મોદી..મોદી..` અને `વંદે માતરમ`ના નારા પણ લગાવ્યાં હતા. સાત દેશોમા આઠ નેતા સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન ભારતીય મુળના હજારો લોકો સાથે સંવાદ કરશે. તેમની આ યાત્રા એ સમય દરમિયાન છે, જ્યારે યુક્રેન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. પીએમ મોદી 50 વૈશ્વિક વ્યાવસાયિકો સાથે પણ વાતચીત કરશે. પીએમ મોદી સૌથી પહેલા જર્મની પહોંચ્યા છે. ત્યાર બાદ તે ડેનમાર્ક અને પછી ફ્રાંસ જશે.

પીએમ મોદી જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે. તેમનો આ પ્રવાસ એવા સમયે છે, જ્યારે યુક્રેન પર સંકટ આવી તુટી પડ્યું છે, તેથી રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ બેઠક દરમિયાન ઉઠી શકે છે. તેથી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW