આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે રવિવારે આવ્યા હતા. આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ પોલીસ પર મોટા આરોપ મૂકવામાં આવ્યા હતો. જેનો જવાબ ભરૂચ પોલીસે એક સામું ટ્વીટ કરીને આપ્યો છે. ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામે આદિવાસી મહાસંમેલનમાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધતા ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
સદર માહીતી તદ્દન ખોટી રીતે દર્શાવવામા આવેલ છે. આ બનાવ સુરત નો છે જેમાં VIP સીક્યુરીટી દરમ્યાન convoy માં કેટલાક લોકો ઘુસવા માંગતા હતાં તેમને security ના ભાગ રૂપે police દ્વારા બંદોબસ્ત ના ભાગરૂપે રોકવામા આવેલ હતાં.@AAPGujarathttps://t.co/Y2lcFJPgJz
— SP Bharuch (@BharuchPolice) May 1, 2022
પણ આમ આદમી પાર્ટીએ એવી પોસ્ટ મૂકી કે પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું. આમ આદમી પાર્ટી ગુજરાતે એક વીડિયો પોસ્ટ મૂકી હતી કે, ભરૂચ જિલ્લામાં આદિવાસી સંમેલનમાં ભાગે લેવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓના વાહનોને સરકારના ઈશારે અટકાવામાં આવી રહ્યા છે. જેના કારણે તેઓ સભાના સ્થળે પહોંચી શક્યા નથી.જોકે, ગણતરીના કલાકોમાં આ વીડિયો સાચો છે કે ખોટો એની જાણ થઈ ગઈ. આ વીડિયોનો ક્વોટ કરીને ભરૂચ SPએ સત્તાવાર ટ્વીટ કર્યું કે, આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરેલો આ વીડિયો ખોટો છે. સદર માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવવામાં આવી છે.

આ ઘટના સુરતની છે. જેમાં VIP સિક્યુરિટી દરમિયાન કોન્વેમાં કેટલાક લોકો ઘુસવા માંગતા હતા. એમને સિક્યુરિટીના ભાગરૂપે અકટાવાયા હતા. પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે રોકવામાં આવ્યા હતા. રાજનીતિમાં એકબીજા પર આવા આક્ષેપો કરીને પાર્ટી તરફથી આવા ખોટો વીડિયો પોસ્ટ કરીને ફેક ન્યૂઝ ફેલાવાયા છે. જેના કારણે પ્રજા ગેરમાર્ગે દોરાય છે. આમ આમ આદમી પાર્ટીની ફાકા ફોજદારી પકડાઈ ગઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર આવી ફાંકેબાજી થઈ હોય એવો આ પહેલો કેસ નથી.


