HomeGujaratસિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બો 2800ને પાર

સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બો 2800ને પાર

ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા સૌરાષ્ટ્રના બજારોમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે સીંગતેલનો ડબ્બો 2800 રૂપિયાને પાર થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2750 થયો હતો.

રાજકોટમાં શુક્રવારે સીંગતેલમાં રૂપિયા 20નો વધારો જોવા મળતા સિંગતેલનો ભાવ 2810 થયો હતો. આ સાથે જ પહેલીવાર એવું બન્યું હતું કે સીંગતેલનો ડબ્બો રૂપિયા 2800ની સપાટી કુદાવી હતી. છેલ્લા 5 મહિના ભારતે ઇન્ડોનેશિયામાંથી 5 લાખ ટન પામ તેલ આયાત કર્યું હોવાનું સોમાના પ્રમુખ કિશોરભાઈ વીરડિયાએ જણાવ્યું હતું. પામતેલ ઇન્ડોનેશિયા ઉપરાંત મલેશિયા, થાઇલેન્ડમાંથી મગાવીએ છીએ. 5 મહિનામાં ઇન્ડોનેશિયા ઉપરાંત થાઇલેન્ડમાંથી 1.94 લાખ ટન, મલેશિયામાંથી 11.52 લાખ ટન આયાત કર્યું છે. કુલ 65 ટકા તેલ આયાત થાય છે જેમાં પામતેલનો હિસ્સો 32 ટકા ગણી શકાય. પામતેલમાં ગુરુવારે રૂપિયા 40 વધ્યા બાદ શુક્રવારે પણ તેમાં રૂપિયા 40નો વધારો જોવા મળ્યો હતો અને પામતેલનો ભાવ રૂપિયા 2570નો થયો હતો. કપાસિયા તેલમાં પણ ભાવ વધારો આવતા તેનો ભાવ રૂ. 2750 થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW