ઈન્ટરનેટ પર જુદી જુદી એપ્લિકેશન અને એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા આવતા મનોરંજન કરતા મુશ્કેલીઓ અનેક વધી ગઈ છે. આવી જ એક મુશ્કેલીનો ભોગ અમદાવાદના શિક્ષિકા બન્યા છે. જેમને સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ મૂકવું ભારે પડ્યું હતું. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા એટલા જ એના નુકસાન છે. મનીષા ભાવસાર નામની મહિલા પોલીસના સકંજામાં આવી ગઈ છે. જે એક જાણીતી શાળામાં શિક્ષિક તરીકે નોકરી કરે છે અને તેની ઉંમર 46 વર્ષની છે.
મહિલાની એક ભૂલને કારણે મહિલાને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. એક અઠવાડિયા પહેલા મનીષાએ પોતાના વોટ્સએપ પર ચોક્કસ ધર્મની લાગણીને ઠેસ પહોંચે એ રીતે એક વિવાદીત પોસ્ટ મૂકી હતી.સ્ટેટસના આ વીડિયોને કારણે શિક્ષિકાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. યુદ્ધના ધોરણે એેમને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો વારો આવ્યો હતો. અમદાવાદના સુભાષબ્રીજ વિસ્તારમાં મનીષા રહે છે. શિક્ષણજગતમાં તેઓ પોતાના વિષયના નિષ્ણાંત છે. બાળકોમાં સંસ્કાર અને વિદ્યાનું સિંચન કરે છે. પણ એક નાનકડી ભૂલે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા કરી દીધા છે.

અમદાવાદના એક વેપારીએ મનીષાબેનનું સ્ટેટસ જોઈને પોલીસ ફરિયાદ કરી નાંખી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે આ અંગે તપાસ કરતા ધર્મને લગતું સ્ટેટસ મૂક્યા હોવાનું સામે આવ્યું હતું. પછી મનીષા ભાવસારની અટકાયત કરી લેવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે શિક્ષિકા સામેના ચોક્કસ પુરાવા ભેગા કરીને તપાસ શરૂ કરી હતી. પછી એના સ્ટેટસમાં ધર્મને લગતી અમુક પોસ્ટ સામે આવી હતી.
આમ એક સ્ટેટસ મૂકવા જેવી બાબતે તેમને પોલીસના ધક્કા ખાતા કરી દીધા હતા. કોઈ પણ સોશિયલ મીડિયા પર ધર્મને લઈનો કોઈ પોસ્ટ મૂકતા પહેલા વિચાર કરવો જોઈએ. કોઈ ધર્મને લઈને બીજાને કોઈ ઠેસ પહોંચે એવું ન કરવું જોઈએ. કોઈ પણ પોસ્ટ સમજી વિચારીને સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ. મહિલા શિક્ષિકાને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

