HomeGujaratગોંડલમાં સિમેન્ટ કંપનીમાં બ્લાસ્ટ કેસમાં બે ઈજનેરોની ધરપકડ

ગોંડલમાં સિમેન્ટ કંપનીમાં બ્લાસ્ટ કેસમાં બે ઈજનેરોની ધરપકડ

ગોંડલ નજીક ગોમટા ચોકડીપાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં સોમવારે સવારે કામ કરતા સમયે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ફેક્ટરીમાં કામ કરતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યાં હતાં. આ અંગે તાલુકા પોલીસે કંપનીના સિનિયર એન્જિનિયર અને શિફ્ટ એન્જિનિયર વિરૂદ્ધ બેદરકારી અંગેનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતી વેળાએ બ્લાસ્ટ થતાં આશિષ સોલંકી, રાહુલ પંપાણિયા તેમજ અમર વિશ્વકર્મા નામના ત્રણ યુવાનોના કમાટી ભર્યા મોત નિપજયાં હતા. આ બનાવ અંગે તાલુકા પીએસઆઈ સુરભીબેન કેશવાલા એ. સરકારી પક્ષે ફરિયાદી બની હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીના સિનિયર એન્જિનિયર વિશાલકુમાર રઘુભાઈ કાચેલા તેમજ શિફ્ટ એન્જિનિયર માલવ સંજયભાઈ પટેલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક આ વેલ્ડીંગ કામ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો અને ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. જેથી પોલીસે આઈપીસીની કલમ 304, 114 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW