HomeGujaratગુજરાતની સ્કૂલો અન્ય રાજયો કરતા ખૂબ જ સારીઃ મોરારી બાપુ

ગુજરાતની સ્કૂલો અન્ય રાજયો કરતા ખૂબ જ સારીઃ મોરારી બાપુ

અમરેલીના ઈશ્વરીયા ખાતે રામાયણી સંત મોરારી બાપુએ એક શાળાનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ ખાસ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વતન અમરેલીના ઈશ્વરીયામાં આ સ્કૂલ શરૂ થઈ છે. આ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું હતું કે, કથાકારને નાતે જુદા જુદા પ્રાંતમાં ફરૂ છું. હું સમગ્ર દેશમાં ફરૂ છું. ગુજરાતની પ્રાથમિક શાળા જેવી શાળા અન્ય કોઈ પ્રાંતમાં નથી.

ગુજરાતમાં જેવી સ્કૂલો છે એવી બીજા પ્રાંતમાં હાઈસ્કૂલ પણ નથી. ગુજરાતમાં જેવી હાઈસ્કૂલો છે એવી બીજા પ્રાંતમાં કૉલેજો પણ નથી. બીજા પ્રાંતમાં કંઈ ઓછું છે એવું કંઈ નથી. પણ ગુજરાતની વાત અલગ છે. અન્ય રાજય કરતા ગુજરાતની શાળા અને હાઈસ્કૂલ ખૂબ સારી છે. વર્ષ 1883માં ગાયકવાડ સરકારે શરૂ કરેલી આ શાળાનો મદદ ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કર્યો છે. લોકો ખાસ એક ગામની પ્રાથમિક શાળાને જોવા આવે તેવું આ સરસ્વતી મંદિર બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલ સૌ કોઈની ભાવનાને બિરદાવું છું. આપણે ગુજરાતના હોઈએ એટલે આપણને ગુજરાતનું હોય પણ હું એટલું ચોક્કસથી કહીશ કે, આ તો આટલું સુંદર વિદ્યાનું ધામ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જગતમાં રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં હવે મોરારી બાપુએ વખાણ કરતા એક પક્ષ ગેલમાં આવી ગયો છે. જોકે, મોરારી બાપુ સામાન્ય રીતે કોઈ જાહેર કાર્યક્રમમાં બોલતા નથી. પણ શિક્ષણલક્ષી પ્રવૃતિને ધ્યાને લઈને તેમણે ઘણી મોટી અને મહત્ત્વની વાત કહી હતી.

અમરેલી જિલ્લા ના ઇશ્વરીયા મહાદેવ ગામે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ના માદરે વતન ખાતે મદદ પ્રાથમિક શાળા નો આજે લોકાર્પણ પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે થયું હતું. કોલેજ ને ટક્કર મારે તેવી મદદ પ્રાથમિક શાળા નો લોકાર્પણ અમરેલીમાં થયું છે. ઇશ્વરીયા ગામ ખાતે ભવ્ય મદદ પ્રાથમિક શાળા લોકાર્પણ ને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ તો લોકો મોરારી બાપુને સાંભળવા માટે એકઠા થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW