HomeGujaratવાહઃ આ કૉલેજમાં વિદ્યાર્થિનીની એન્ટ્રી અને છુટ્ટીનો મેસેજ વાલીને જાય છે

વાહઃ આ કૉલેજમાં વિદ્યાર્થિનીની એન્ટ્રી અને છુટ્ટીનો મેસેજ વાલીને જાય છે

રાજકોટ શહેરની કણસાગરા કૉલેજે એક નવતર પ્રયોગ કર્યો છે. જેના કારણે વાલીઓની ચિંતા ઓછી થઈ ગઈ છે. જેમાં એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. કૉલેજમાં આવી ચાર સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. કુલ 2800 વિદ્યાર્થિનીને આ સિસ્ટમમાં હાજરી પૂરવા માટેના કાર્ડ અપાયેલા છે.

જેનાથી તેઓ કૉલેજમાં આવતી અને જતી વખતે પંચ કરીને હાજરી પૂરે છે. પંચ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવી કે પહોંચી ગઈ એ અંગેની મેસેજ મોકલી સેન્ટ કરાય છે. જો કોઈ વિદ્યાર્થિની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ જશે. વિદ્યાર્થિની કૉલેજમાં આવે ત્યારે અને કૉલેજમાંથી નીકળી ત્યારે સિસ્ટમમાં પંચ કરવાનું રહે છે. જેથી દીકરી ક્યારે કૉલેજમાં પહોંચી અને ક્યારે ત્યાંથી નીકળી એનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં જાય છે. જેના કારણે કૉલેજમાં જવાના બહાને બીજા ક્યાંય રખવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આ પ્રકારની સિસ્ટમ કણસાગરા મહિલા કોલેજે વિકસાવીને વાલીઓની ખરા અર્થમાં સાવ ઓછી કરી દીધી છે. વાલીઓએ પણ આ સિસ્ટમને આવકારતા કહ્યું છે કે, દરેક યુનિવર્સિટી, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ.

દરેક કાર્ડ અને વિદ્યાર્થિનીઓના નામ સાથે વાલીનો એક મોબાઈલ નંબર સ્ટોર હોય છે. જેથી દરેક વાલીને એ જાણ થાય છે કે, તે કૉલેજમાં ક્યારે પહોંચી અને કેટલા વાગે નીકળી. કૉલેજ બંક કરે, ગેરહાજર રહે તો પણ વાલીને મેસેજથી જાણ કરાય છે. જામનગરની રહેવાસી ચંદ્રા કોરડિયા કહે છે કે, આ સિસ્ટમ સારી છે. ગામડે રહીને પણ મારા માતા પિતા નિયમિતતા અંગે જાણકાર બને છે. કૉલેજે મોડી પહોંચી હોવ ત્યારે ફોન કરીને કહે છે. માતા તો ત્યાં સુધી કહે છે કે, આ સિસ્ટમને કારણે અમને ચિંતા ઓછી રહે છે. એક સખીના પિતા એવું કહે છે કે, આવી સિસ્ટમ ન હોય તો અમે કદાય ભણાવીએ જ નહીં.

વિદ્યાર્થિઓને પોતાના નામ કોડ સાથે કાર્ડ પણ આપવામાં આવ્યા છે. જ્યારે તે કૉલેજમાં આવે ત્યારે આ કાર્ડ સિસ્ટમમાં સ્કેન થઈ જાય છે. પછી હાજરી તારીખ અને સમય પણ નોંધાઈ જાય છે. સિસ્ટમમાં હાજરી પૂર્યા બાદ જ જે તે ક્લાસમાં એન્ટ્રી મળે છે. લેક્ચરમાં બેસવા માટે મળે છે. જે સમયે તે ક્લાસમાંથી નીકળે ત્યારે કાર્ડ સ્કેન કરવું જરૂરી બને છે. આ રીતે દરેક વિદ્યાર્થિની કરે ત્યારે એનો એક મોટો ડેટા રેકોર્ડ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW