HomeNationalમહારાષ્ટ્ર:રાણા દંપતીને મોટો ફટકો, તા.6 મે સુધી કારાવાસમાં રહેવું પડશે

મહારાષ્ટ્ર:રાણા દંપતીને મોટો ફટકો, તા.6 મે સુધી કારાવાસમાં રહેવું પડશે

સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા માટેનું એલાન કર્યું હતું. એ પછી મુંબઈમાં રાજકીય મુશ્કેલીઓ વધી ગઈ હતી. આખરે શનિવારે એમની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા માટેના આદેશ કર્યા હતા. રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ મુંબઈની ખાર પોલીસે શનિવારે રાણા દંપતીની ધરપકડ કરી હતી.

મુંબઈમાં હનુમાન ચાલીસાના પાઠને લઈને ખેંચતાણ યથાવત રહી છે. આ વિવાદમાં નવનીત રાણા પણ ફસાઈ ગયા છે. શનિવારે એમની ધરપકડ કર્યા બાદ તેમને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 14 દિવસ કારાવાસમાં રહેવા માટે આદેશ કર્યા છે. નવનીત રાણાએ કહ્યું હતું કે,મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. શનિવારે નવ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. શનિવારે તે મુખ્યમંત્રી ઠાકરેના ઘર સુધી પહોંચે એ પહેલા શિવસેનાના સૈનિકો તથા સમર્થકો એના ઘરની બહાર ઊભા રહી ગયા હતા. જેના કારણે તે ઘરની બહાર નીકળવામાં સફળ થયા નથી. પછી મુંબઈ પોલીસે પતિ સાથે એની ધરપકડ કરી લીધી છે. મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા ઊભી કરવાથી સમાજમાં ભડકો થશે તેવું નિવેદન આપવા બદલ રાણાની ધરપકડ કરવામાં આવી છે. સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરવામાં આવી છે અને કલમ 153A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે ધર્મના આધાર પર બે જુથ વચ્ચે દુશ્મનીને સમર્થન આપવું એ કેસમાં બંનેની ધરપકડ કરાઈ છે. સાંજે પાંચ વાગ્યે તેઓ ખાસ પોલીસ સ્ટેશન પહોંચશે. જોકે, મોડી રાત્રે બંનેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. રવિવારે બંનેને બ્રાંદ્રા કોર્ટમાં રજૂ કરાયા. બંનેની પોલીસ કસ્ટડી મળે એવી માંગ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

Navneet Rana, Ravi Rana: MP, MLA Arrested Over 'Hanuman Chalisa' Face-Off  With Uddhav Thackeray

તા. 29 એપ્રિલના રોજ આ કેસમાં સુનાવણી થશે. 353 કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નવનીત રાણા સામે કેસ તૈયાર કરાયો છે. સરકારી કામમાં દખલગીરી કરવાનો આરોપ મૂક્યો છે. શનિવારે આખો દિવસ ખેંચતાણ અને હંગામો થયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. આ ધરપકડ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દીલીપ પલસે પાટીલે કહ્યું હતું કે, 2 ઘટના બની છે. એક તો હનુમાન ચાલીસાના બહાને હુલ્લડ કરવા પ્રયત્નો થયા. ખોટી ઉશ્કેરણી થઈ. જેના પર યોગ્ય પગલાં લેવાશે. જેના કારણે રાણા દંપતીની ધરપકડ થઈ.એ પછી રાત્રે થયેલા છમકલા ઉપર પણ એક્શન લેવાશે. હવે સમજદારી દેખાડવાની જરૂર છે. ભાજપના નેતા કિરિટ સોમૈયા પર પથ્થરમારો થયો છે. આ કોણે કર્યું એની તપાસ ચાલું છે. પોલીસને અલગથી આદેશ દેવાની કોઈ જરૂર નથી. તે પોતાનું કામ કરી રહી છે. યોગ્ય રીતે કરી રહી છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવે એ પ્રકારનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW