જ્યારે કિંગખાન-શાહરૂખ ખાનની ફિલ્મ ‘બાદશાહ’ આવી હતી ત્યારે એમાં દેખાડવામાં આવતા ચશ્માની ચારેયકોર ચર્ચા હતી. પણ હવે આવા જ એક ચશ્માની લાલચમાં રૂ.6 લાખનો ચૂનો લાગ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. જમીનથી નીચે 10 ફૂટ સુધી જોઈ શકાય એવી ચશ્માની લાલચ આપીને હિંમતનગરના તેમજ ઊંઝાના મહેરવાડાના બે શખ્સોએ કુલ રૂ.6.70 લાખનો ચૂનો લગાવ્યો છે. આ કેસમાં સાબરકાંઠા પોલીસે આખુ રેકેટ પકડી પાડ્યું છે.

જેમાં એપી સેન્ટર તરીકે બનેલા ઈડરના ચાંદની પીવીસી ફર્નિચરની દુકાન ધરાવતા શખ્સ તેમજ બડોલીના એક વ્યક્તિ સહિત અન્ય સાગરિતોની ધરપકડ કરી લીધી છે. જેમાં એક ખાસ વૉચ દરમિયાન તા.21 એપ્રિલના રોજ પાંચ શખ્સો હિંમતનગરના ધાણધા ફાટક પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે ચોક્કસ યોજના બનાવીને એને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ.1.50 લાખ રોકડા, 1 કાર 6 મોબાઈલ જપ્ત કરી લીધા છે. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ઈડર પોલીસ સ્ટેશનમાં કુલ 15 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા અને કૈલાશ ભેળ પકડોનો ધંધો કરતા કાળુભાઈ તૈલીના મિત્ર દશરથસિંહ રાઠોડને મળવા માટે ગયા હતા. એક બે વર્ષ પહેલા નરેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર અને ધર્મેન્દ્ર ઉર્ફે ભાણો પરમાર ગેરેજ પર મળ્યા હતા. માણસને કપડાં વગરનો જોઈ શકાય એવા ચશ્મા અંગે વાત કરી હતી. જે ભમરસિંહ ચૌહાણ અને બડોલીનો રફીક ઉર્ફે રાજુ મનસુરી લઈ દેતા હોવાનું કહ્યું. પછી આ ચશ્માની વિશેષતા કહી હતી. જેનાથી જમીનથી નીચે 10 ફૂટ સુધી સરળતાથી જોઈ શકાય છે. ગુપ્ત રાખેલો ખજાનો પણ મળી શકે છે. જો ચશ્મા જોઈતા હોય તો રૂ.50 લાખ દેવાના રહેશે. એવું નક્કી થયું. કાળુભાઈએ પહેલા ચશ્મા દેખાડવાનું કહ્યું હતું. પછી ભમરસિંહ અને રફીકે કહ્યું કે, પાર્ટી ચશ્મા જોવા માટે આવશે. તમારે જોવા હોય તો પહોંચી જજો. પછી તે નરેન્દ્રભાઈની ગાડીમાં બેસી સીમલવાડા પહોંચ્યા. જ્યાં રફીક અને ભમરસિંહ તથા મહેન્દ્રસિંહ સિસોદિયા હજાર હતા. આ સાથે મુંબઈનો એક વ્યક્તિ પણ હતો. મહેન્દ્રસિંહે કહ્યું કે અંબાડા ગામે ઢોરના ડૉક્ટર ગોરધનભાઈ રહે છે એની પાસે ચશ્મા ગીરો મૂકેલા છે.

રૂ25 લાખ આપો તો ચશ્મા મુક્ત થઈ જાય.બીજા દિવસે કાળુભાઈને અંબાડા લઈ જવાયા. ચશ્મા પણ બતાવ્યા. પહેરીને જોવાનો આગ્રહ કરતા પૈસાની વાત કરી હતી. પણ કાળુભાઈને લાલચ જાગી તા.2.11.2020ના રોજ સાડા ત્રણ લાખ રૂપિયા ભરી દીધા. પછી તા.5.11.2020ના રોજ રૂ.1 લાખ રોકડા આપ્યા. પછી ચેકર કૌશિકભાઈને ગલિયાકોટ લઈ ગયા હતા. પૈસા આપ્યા વગર ચશ્મા જોવા ન મળે. પહેલા રોકડા દેવા પડશે એવું કહી છૂટા પડ્યા પછી તા.17 ફેબ્રુઆરી 2021ના રોડ બીજા રૂ.70,000 ભમરસિંહને આપ્યા હતા. ચશ્માની ડિલિવરી ન મળતા એકબીજાને ખો દેતા હતા. પછી પૈસા પરત માંગતા એકબીજાનું નામ દેતા હતા. નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી (ડામોર) ની વિરુદ્વ વર્ષ 2014 માં લુણાવાડા પેટ્રોલપંપ પર થયેલ મારા મારીના ગુનામાં બાકોર પોલીસે લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડ્યો હતો. જે અન્ય પાંચ આરોપીઓ સાથે પણ સામિલ રહ્યો હતો.
આટલા લોકો સામે ફરિયાદ થઈ
કૌશિકભાઇ નરસીભાઇ કયાડા
ભમરસિંહ ચૌહાણ (રહે. વરતોલ ખેડબ્રહ્મા)
જયંતીભાઇ માધવજી ભાઇ કુકડીયા (રહે. સુરત)
મહેન્દ્રસિંહ જવાનસિંહ સિસોદીયા
રોહિતભાઇ
રફીકભાઇ ઉર્ફે રાજુભાઇ હસનભાઇ મનસુરી (રહે. બસ સ્ટેશન પાસે કડોલી, ઇડર)
ગોરધનભાઇ
પકડાયેલા શખ્સો
નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી
રફીકભાઇ હસનભાઇ મનસુરી (રહે. બડોલી ઇડર)
સીકંદરમીયા સયદુમીયા મકરાણી (રહે. પાંચ હાટડીયા રાજમહલ રોડ, ઇડર)
સલીમભાઇ સત્તારભાઇ મનસુરી (રહે. અમનપાર્ક સોસા. જૈન ધર્મશાળા ઇડર)

