HomeGujaratફેનિલને સજા અપાવવા સરકારી પક્ષે કહ્યું,વહેલો બહાર આવશે તો લોકો ડરશે

ફેનિલને સજા અપાવવા સરકારી પક્ષે કહ્યું,વહેલો બહાર આવશે તો લોકો ડરશે

તા.12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતી હત્યાના કેસમાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ફેનિલને સજા ફટકારવા અંગે સરકારી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે દલીલ ચાલી રહી છે. ફેનિલને આકરી સજા મળે એ માટે સરકારી પક્ષના વકીલ ચોટદાર દલીલ કરી રહ્યા છે. જો સજા ઓછી થાય તો અત્યારે 21 વર્ષનો છે. જેલમાંથી બહાર આવે તો 35 વર્ષનો થાય. કે 31 વર્ષનો થાય.

જેના કારણે કાયદાનો કોઈ ડર નહીં રહે. જોએ ઓછા સમયમાં બહાર આવશે તો લોકો એનાથી ડરશે. એવી ચોટદાર દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલે દલીલ કરતા એવું કહ્યું હતું કે, માત્ર વીડિયો પર આધારીત અમારો કેસ નથી. ગણતરી પૂર્વક હત્યા થયેલી છે. છરી ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર પણ આપ્યો હતો. જે ઓર્ડર કેન્સલ થયા બાદ મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ હતું. જ્યારે બીજું એક ચપ્પુ એને તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. હત્યા કરતા પહેલા સંપૂર્ણ રીતે રેકી કરવામાં આવી હતી. હત્યા થઈ એ દિવસે આરોપી યુવતીને કૉલેજમાં શોધવા માટે પણ ગયો હતો. ગ્રીષ્માની મિત્રને કહ્યું હતું કે, એ દિવસે એના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છે. આ ઘટના પહેલા તેણે ક્રિષ્ના સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. એમાં પણ હત્યા કરવાનો પ્લાન હોય એવો ખ્યાલ આવે છે. દરેક વાલિયો વાલ્મિકી ન બની શકે. આ કેસમાં આરોપીને કડક અને સખત સજા ફટકારવામાં આવે. માત્ર ગ્રીષ્મા જ નહીં. એના કાકા અને ધ્રુવની પણ હત્યાનો પ્લાન હતો. સરકાર પક્ષે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગ વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. પણ આ કેસમાં આરોપીની ઉંમર નાની છે. એટલે એ લાભ યોગ્ય નથી. તેણે પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરી કરીને હત્યા કરી છે.

દિલ્હીના નિર્ભયા કેસમાં પણ એક સગીર હતો. એ પછી જૂએનાઈલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 15 વર્ષનો બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે તો ન્યાયિક ટ્રાયલ શરૂ થવી જોઈએ. સરકારી વકીલે નાની વયના આરોપીઓ સંબંધીત કેટલાક ચૂકાદા ટાંક્યા હતા. સમાજ પર એની એક માઠી અસરને ધ્યાને લઈને આ કેસમાં આરોપી પ્રત્યે કોઈ દયા દેખાડવી જોઈએ નહીં. આરોપીએ તમામ સભ્યોને મારવા માટે પ્રયાસ કર્યો છે. આ દ્રષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ. તેણે ભૂતકાળમાં કારની ચોરી કરી છે. ખોટી સહાનુભૂતિ માટે પોતાની જાત પર છરીના ઘા માર્યા હતા. એના ચહેરા ઉપર પણ કોઈ પસ્તાવો દેખાતો નથી. પોતાને મારવા અંગેનો માત્ર ઢોંગ કર્યો છે. અંતિમ તક આપી હોવા છતાં પણ તે કંઈ બોલી શક્યો નહીં. પોતાની જાત પર અભિમાન હોય એવું એનું વર્તન હતું. આવા આરોપીમાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી. તબિયત ખરાબ હોવાથી તેણે પોલીસવાનમાં બેસીને લાડું ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે કોર્ટે કહ્યું કે, તને કોઈ લક્ઝરી છૂટ આપવામાં નહીં આવે. એનું આવું વર્તન એ દેખાડે છે કે, તે ક્રિષ્નાને ફોન કરીને જેલમાંથી કહેતો કે, મારી ફેવરમાં બોલજે. સમાજની અન્ય છોકરીઓ સાથે એવું ન થાય એવું ધ્યાને લઈને નિર્ણય કરવો જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW