HomeGujaratપારડી ગામે પાણીનો પોકાર, પંચાયતને તાળાબંધી કરવાની ગ્રામજનોની ચિમકી

પારડી ગામે પાણીનો પોકાર, પંચાયતને તાળાબંધી કરવાની ગ્રામજનોની ચિમકી

ઉનાળાના મધ્યાહને જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ત્યારે રાજકોટ નજીક આવેલા પારડી ગામે પાણી મુદ્દે ગ્રામજનોએ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. તો બીજી તરફ ગ્રામજનો ટેન્કર મંગાવવા માટે મજબુર બન્યાં છે.

રાજકોટની નજીક આવેલા પારડી ગામે શીતળા માતા મંદીર વિસ્તારના રહેવાસીઓ સીધા પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા. ત્યાં ગ્રામજનોએ પાણી માટે ઉગ્ર રજૂઆત કરી સરપંચ, તલાટી અને પંચાયતના તમામ હોદ્દેદારોની બેદરકારી ખુલ્લી પાડી તાળાબંધીની ચીમકી આપી છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી જેથી ટેન્કર મગાવવા પડે છે. આ ટેન્કર રૂ.400 આપતા પણ બે દિવસ પછી આવશે તેમ કહે છે જે પારડી ગામના રાજકારણીની બેદરકારી સાબિત કરે છે. જો 15 દિવસમાં પૂરતું પાણી આપવામાં નહિ આવે તો પંચાયત કચેરીને રહેવાસીઓ ભેગા થઈને તાળાં મારી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પોતાની બેદરકારી ખુલ્લી પડી જતા સરપંચ મહેશ માટિયા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા અને પોતે ઘરના પૈસા નાખીને પણ પાણીની સમસ્યા હલ કરશે તેવા વચનો આપ્યા હતા. જો ખરેખર જ ગામની ચિંતા હોય તો અત્યાર સુધી કેમ વ્યવસ્થા ન કરી તેવો પ્રશ્ન પણ ગ્રામજનોએ કર્યો હતો. સરપંચે બહાનું બતાવ્યું હતું કે પંચાયત પાસે ભંડોળ નથી અને પાણી પુરવઠા તેમજ વીજકંપનીઓના બિલ ચૂકવાતા નથી. પુરવઠામાંથી વર્ક ઓર્ડર આવી ગયો છે અને ટૂંક સમયમાં પાણી મળતું થઈ જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW