HomeGujaratCentral Gujaratસંપત્તિ વિવાદઃ વિવાદના લીધે પ્રબોધ સ્વામી બે દિવસથી જમ્યા નથી, સંત સાધ્વીઓ...

સંપત્તિ વિવાદઃ વિવાદના લીધે પ્રબોધ સ્વામી બે દિવસથી જમ્યા નથી, સંત સાધ્વીઓ કોર્ટમાં પહોંચ્યા

વડોદરામાં હરિધામ સોખડા સંપત્તિ અને ગાદીનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. તમામ સાધુ અને સાધ્વીઓએ લાઈવ વીડિયો કોન્ફરન્સ થકી હાઈકોર્ટમાં સુનાવણી માટે હાજર રાખવા માટે તેમને વડોદરાના કોર્ટરૂમમાં બેસાડવામાં આવ્યા હતા. સોખડા મંદિરના સંતો એમનો સામાન લઈને બહાર નીકળી ગયા છે. તેમણે હરિધામ સોખડા મંદિર છોડી દીધું છે. આ વિવાદને કારણે સંત પ્રબોધ સ્વામી બે દિવસ સુધી જમ્યા નથી. સોખડાના હરિભક્ત જે કોર્ટ સુધી પહોંચ્યા હતા એમને કહ્યું હતું કે, આ એક દુઃખદ ઘટના છે.

સંતો સુરત બાદુ અને સાધ્વી બહેનો એ અમદાવાદ બાજું જશે. કેટલાક સંતો એવા હતા જેમણે હરિધામને પોતાનું ઘર બનાવ્યું હતું. ઘણા સંતો એવા પણ છે જેના બ્રિટિશ પાસપોર્ટ છે. ત્યાગ અને બલિદાનની જે ભાવના હોવી જોઈએ એના બદલે સત્તા અને મહત્ત્વકાંક્ષાથી સંતોના દિમાગ ભરાયા છે. તેથી હરિધામ છોડીને સંતો બીજે રહેવા માટે નીકળી ગયા છે. જ્યારે ભાવિકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સંતોની સુરક્ષાની જવબદારી એમના ભાવિકો અને અનુયાયીઓએ ઊઠાવી લીધી છે. સંતોને કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, તમે સંતોને શાંતિથી સંભાળો અમે તમારી સુરક્ષા હેતું છીએ. જ્યારે પણ હરિધામ મંદિરે કોઈ કાર્યક્રમ થાય છે ત્યારે સુરક્ષાની જવાબદારી ભાવિકો ઊઠાવતા હોય છે.

આ અંગે પણ હરિભક્તોએ સુરક્ષા અંગેની પોતાની જવાબદારી ઊઠાવી લીધી છે. બીજી બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસનો કાફલો વડોદરા કોર્ટ બાજુ જવા માટે રવાના થયો હતો. જિલ્લા પોલીસવડાની હાજરીમાં સંતો તથા સાધ્વીઓને કોર્ટ સુધી લઈ જવામાં આવ્યા હતા. બસમાં ક્યા સંતો અને ક્યા સાધ્વીઓ છે એની એક યાદી પણ જિલ્લા પોલીસવડાને સોંપી દેવાઈ હતી. પાંચ બસમાં સંતો વડોદરા સુધી પહોંચ્યા હતા.

મોટી સંખ્યામાં હરિભક્તો આવી પહોંચતા વડોદરા કોર્ટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં ગાડી તથા ટુ વ્હિલર્સ જોવા મળ્યા હતા. પાર્કિંગ પેક થઈ ગયું હતું. વડોદરા કોર્ટમાં ભગવાધારી સંતો મોટી સંખ્યામાં આવ્યા હોય એવો આ રેર કેસ કહી શકાય છે. પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામીના ભાવિકો સામસામે આવી ગયા છે. વર્ષ 1979માં હરિપ્રસાદ સ્વામીએ પોતાના સ્ટાફને એલર્ટ કર્યો હતો કે, ત્યાગ વલ્લભથી થોડા બચીને રહેજો. જોકે, હવે મામલો કોર્ટ સુધી જતા પ્રશ્ન એ ચર્ચામાં છે કે, સંત મહંત કે જે મોહ અને સંસાર છોડી સંયમના માર્ગે જાય છે એને સત્તા અને સંપત્તિનો પ્રેમ કેવી રીતે લાગી ગયો? હરિધામ સોખડા વડોદરાના સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે હાઇકોર્ટ સામે ગુરૂવારે ત્રણ સાધુ હાજર થશે.

સોખડા મંદિર ટ્રસ્ટના પ્રેસિડન્ટ અને ગુરુસ્વામી હરિપ્રસાદજીનું નિધન તથા મંદિરના વહીવટી મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાલ સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજી દ્વારા ગેરકાયદે રીતે બળજબરીપૂર્વક 400 જેટલા સાધુઓ અને 130થી જેટલી સાધ્વીઓને બંધક બનાવતાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. જેથી મામલો વિવાદમાં આવ્યો હતો.

પ્રબોધસ્વામી જૂથના સંતોએ કહ્યું હતું કે હરિપ્રસાદસ્વામીએ અમને દીક્ષા આપી ત્યારે કોઈ બોન્ડ અમારી પાસે નથી લખાવ્યો. જ્યારે અમારા સંતો પાછળ પિતા તરીકે હરિપ્રસાદસ્વામીનું નામ લખાય છે. કોઈ બોન્ડ પર સહી કરવાના મૂડમાં પ્રબોધસ્વામી નથી. બીજી બાજું પ્રેમસ્વરૂપ જૂથ તરફથી બોન્ડ પર સાઈન જ્યાં સુધી નહિ કરે ત્યાં સુધી પ્રબોધસ્વામી જૂથને મંદિરની બહાર જવા દેવાના મૂડમાં નથી. એવામાં ગુરુવારે ચોકકસ મંદિરમાં હોબાળો થવાની સંભાવના છે.

બુધવારે રોજ સવારથી જ મુંબઈથી આવેલા બે વકીલ સાથે પ્રેમસ્વરૂપ-ત્યાગવલ્લભ જૂથ તરફથી એક બંધબારણે મીટિંગ યોજાઈ હતી. એમાં પ્રબોધસ્વામી જૂથ તરફથી મંદિર છોડવામાં આવે તો તેમને કેટલીક શરતોનું પાલન કરવાનું દબાણ છે. એ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું માનય છે કે, બુધવારની રાતના 9 વાગ્યા સુધી પ્રબોધસ્વામી કે તેમના જૂથના સંતોને પ્રેમસ્વરૂપસ્વામી તરફથી કોઈ બોન્ડ કે શરતો કોઈ વાત કરી નથી. ગુરુવારે સવારે પ્રેમસ્વરૂપ જૂથ પોતાની શરતો મૂકે એવું માનવામાં આવે છે. પ્રબોધસ્વામી જૂથના 100 જેટલા ભક્તોને પ્રવેશ ન મળતાં મંદિરની બહાર બેસીને રામધૂન બોલાવી હતી.

પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા મંદિર છોડવું હોય તો કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને જ જવા દઈશું, એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ માટે પોસ્ટર પ્રદર્શન પણ કરાયું હતું. કુલ મળીને 230 સંતો, બહેનો અને સેવકો હરિધામ મંદિરમાંથી વિદાય લીધી છે. પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા પ્રબોધસ્વામીને ચેતવણી આપી છે કે જો તેઓ ભરથાણાના આત્મીયધામમાં રહેવા માટે કોઈ પણ સંત કે ભાવિક જશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW