HomeGujaratકંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયુ, એટીએસ-ડીઆરઆઈનું ઓપરેશન

કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયુ, એટીએસ-ડીઆરઆઈનું ઓપરેશન

રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો કુખ્યાત બની ગયો છે. કચ્છના કંડલા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું 250 કિલો ડ્રગ્સ એટીએસ અને ડીઆરઆઈ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ડ્રગ્સનો આ જથ્થો અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હોવાની આશંકા છે.

જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતા ફરીથી ચર્ચામાં છે. ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હની કોમ્બ સીએફએસમાં સર્ચ કરવામાં આવ્યું હતું. કસ્ટમ સહિતની કેન્દ્રની ઉચ્ચ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ ગત વર્ષે સતત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત જાણે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ 350 કરોડોની કિંમતનું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW