પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રૂષભ રૂપાણીએ સંસાર શરૂ કર્યો છે. રૂષભ અને તેની જીવનસાથી અદિતી વર્ષ 2014થી એકબીજાના પ્રેમમાં હતા. વર્ષ 2007 થી 2013 દરમિયાન રૂષભ રૂપાણી અને અદિતી માંડવીયા બંને ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. વર્ષ 2014માં કોલેજકાળમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.રૂષભ રૂપાણીએ નીરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે કે અદિતી એલડી એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થી રહી છે.

તેમણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. માસ્ટર ડિગ્રી મેળવવા માટે રૂષભ રૂપાણી અમેરિકા ગયા હતા. જ્યારે કે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો કોર્ષ કરવા માટે ગયા હતા. બંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ પણ રહી છે. પછી હવે બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. તા.17 એપ્રિલના રોજ વિજય રૂપાણીના પુત્ર રૂષભના લગ્ન થયા છે. જેમાં હાજરી આપવા માટે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીલાયન્સ ગ્રૂપના પરિમલ નથવાણી, પૂર્વમંત્રી આર.સી.ફળદું સહિતના રાજકીય તથા ઉદ્યોગ જગતના પદાધિકારીઓ આવ્યા હતા. તા.15 એપ્રિલના રોજ રૂપાણી પરિવારમાં રૂડા અવસર શરૂ થયા હતા. હવે ગાંધીનગર ખાતે પણ એક રિસેપ્શન રાખવામાં આવશે એવું નક્કી થયું છે.

ચાર વર્ષ એકબીજાથી દૂર રહ્યા હોવા છતાં એમના પ્રેમમાં કોઈ ઓટ આવી નથી. જ્યારે પણ રૂષભ ઈન્ડિયા આવતા ત્યારે તે એકબીજાને અચૂક મળતા હતા. રૂષભ અને અદિતીને વાંચનનો ખૂબ જ શોખ છે. બંને ફરવા તથા ટ્રેકિંગના શોખીન છે. બંને સાથે ઘણી વખત ટ્રેકિંગ કરવા પણ ગયા છે. આજના યુવાનો માટે રૂષભ અને અદિતીની લવ સ્ટોરી ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. એકબીજાથી ચાર વર્ષ સુધી દૂર રહ્યા હોવા છતાં કમિટમેન્ટ અને અંડરસ્ટેન્ડિંગ સાથે આગલ વધ્યા છે.

હવે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. રાજકીય તથા ઉદ્યોગ ક્ષેત્રની મોટી હસ્તીઓએ એમના પ્રસંગમાં આવીને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં રોયલ વેડિંગ જેવો આ પ્રસંગ રહ્યો હતો. હવે ગાંધીનગરમાં એક ભવ્ય રીસેપ્શન થવાનું છે ત્યાં પણ રાજકીય અને ઉદ્યોગજગતની હસ્તીઓ એકઠી થશે એવી પૂરી શક્યતાઓ છે.

