HomeNational15000 લીંબુ ચોરાતા ચોકીદારી માટે 50 લાકડીધારી રાખ્યા રોજના રૂ.22000નો ખર્ચ

15000 લીંબુ ચોરાતા ચોકીદારી માટે 50 લાકડીધારી રાખ્યા રોજના રૂ.22000નો ખર્ચ

લીંબુએ ભર ઉનાળે સામાન્ય માણસની આર્થિક સ્થિતિને ખાટી કરી નાંખી છે. આસમાને પહોંચેલા લીંબુના ભાવ સામાન્ય માણસના ખિસ્સાને નીચોવી રહ્યા છે. લીંબુની ચોરી અને લૂંટ દેશમાં શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી લીંબુની ચોરી થયા બાદ કાનપુરમાંથી લીંબુની ચોરી થયાનો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના કોઈ બગીચામાંથી લીંબુ ચોરાયાની ઘટના સામે આવી છે. અહીંના બગીચામાંથી 15000 લીંબુની ચોરી થઈ છે.

અહીંના મુખ્યાલયથી લગભગ 15 કિમીના અંતરે આવેલા બિઠૂરમાં ગંગા કિનારે મોટા પ્રમાણમાં લીંબુની ખેતી થાય છે. ભાવ વધાવની સાથે હવે ખેડૂતોએ લીંબુની દેખરેખ માટે લાકડીધારીઓને ખડકી દીધા છે. લીંબના આ બગીચાની દરરોજ રખેવાળી માટે 50 ચોકીદાર રાખવામાં આવ્યા છે. આ લાકડીધારીઓ પાછળ રૂ.450ના દરે દરરોજનો 22 હજાર 500 રૂપિયાનો ખર્ચ થાય છે. ગત રવિવારે ઉત્તર પ્રદેશના બરેલીની ડેલાપીરની માર્કેટમાંથી 50 કિલો લીંબુ ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે શાહજહાંપુરમાં બજરિયા શાકભાજી માર્કેટમાંથી 60 કિલો લીંબુ ચોરાઈ ગયા હતા. ચોર 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણ પણ ચોરી ગયા હતા. 3 વીઘામાં લીંબુની ખેતી કરવામાં આવી હતી.

શિવદિન પુરવાના અભિષેકે લીંબુ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. 3 વીઘા બગીચામાંથી 3 દિવસમાં ચોર આશરે 15000 લીંબુ તોડી ગયા છે. જે ખરેખર ડાળમાં ઊગેલા અને પાકેલા હતા. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. કાનપુર, ચૌબેપુર, બિઠુર, કટરી, મંઘના પરિયરમાં આશરે 2000 વીઘા જમીન પર લીંબુના બગીચા છે. પહેલી વખત એવું બન્યું છે કે, લીંબુની ચોકીદારી માટે માણસો રાખવા પડ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં રૂ.15ના બે લીંબુ વેચાયા છે. ખેડૂતો જણાવે છે કે, લીંબુના ભાવ વધ્યા બાદ ચોરી થયાની ઘટનાઓ વધી ગઈ છે.

આખી રાત જાગવુ પડે છે સુરક્ષા માટેય હાલમાં લાકડીધારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે. જોકે, ગુજરાતમાં પણ લીંબુના ભાવે સામાન્ય માણસના સાવ સાદા પીણા એવા લીંબુ શરબતનો સ્વાદ પણ ફિક્કો કરી નાંખ્યો છે. એટલું જ નહીં હોટેલવાળાઓએ પણ પાર્સલમાં લીંબુ આપવાના બંધ કરી દીધા છે. માત્ર લીંબુ જ નહીં હવે તો મરચાના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. શાકભાજીની કિંમતમાં વધારો થતા સામાન્ય માણસનું બજેટ બગડી ગયું છે. જ્યારે તેલ અને ગેસના ભાવને કારણે ઘર કેમ ચલાવવું એ એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW