ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી આના અનુસંધાને મોરબી ની સિવિલ હોસ્પિટલને અપડેટ કરવાની કામગીરી પણ ચાલુ છે.મોરબી કલેકટર દ્વારા આ કોલેજને અધતન અને સુવિધા સભર બનાવવા માટે જરૂરી જમીન મોરબી તાલુકાના શનાળા (શકત) ગામે સરકારી ખરાબાની જમીન જે મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે ને ટચ મોકાની જમીન છે. તેની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે. ત્યાં મકાનની સુવિધાના થાય ત્યાં સુધી મોરબી ની સરકારી ગીબ્સન મીડલ સ્કુલના બિલ્ડીંગમાં ટેમ્પરેરી કામ ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું
જેના કારણે મોરબીની પ્રજા ને ખુબજ આનંદની અનુભતી થતી હતી કે મોરબીના આંગણે સરકારી મેડીકલ કોલેજ બનશે તો ઘર આંગણે સારી સ્વાસ્થ્ય સુવિધા લોકોને મળશે.પરંતુ સરકારી ના તા. ૨૯-૩-૨૦૨૨ ના ઠરાવ ની જાણ થતા અને કમીશનરની કચેરી. આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ ગાંધીનગરની એક નાના પેપર ની જાહેરાત જોઈને મોરબીના લોકોને ખુબજ મોટો આઘાત લાગેલ છે, કારણ કે સરકાર તા ૨૯-૩-૨૦૨૨ ના રોજ ઠરાવ મુજબ હવે મોરબી જીલ્લાને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે
જયારે મોરબીને હવે બ્રાઉન ફિલ્ડ કોલેજ થી કામ ચાલવું પડશે તેમ આ નિણર્યથી જણાય છે.તો અમારી પહેલી માંગણી છે કે મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવામાં આવે અને તેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે.બીજી બાબતે એ છે કે સરકારે ૨૯- ૩ ૨૦૨૨ ના રોજ કરેલ ઠરાવ જે લગત કચેરી માં તા. ૬-૪-૨૦૨૦ ના રોજ ઇનવર્ડ થાય છે. અને તે પહેલા તો બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવા માટે લગત સંસ્થાઓ પાસેથી ઓફર માગવાની જાહેરાત પણ પેપરમાં આવી જાય છે.
અને એ પણ ખુબજ ઓછી નકલ ધરાવતા ન્યુઝ પેપરમાં અને તે જાહેરાત પણ લોકોને ના સમજાય તેવી રીતની આપવામાં આવેલ છે. જેના કારણે આ પ્રકિયા ઉપર શંકાનો કરવાના લોકોને મોકો આપ્યો છે. સરકારી તંત્રના અધિકારીઓની આમાં મેલી મુરાદ હોય તેવું પણ લાગી રહ્યું છે. જેથી મોરબીને ખાનગી મેડીકલ કોલેજના બદલે સરકારી મેડીકલ કોલેજ આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ પત્ર લખી સીએમને રજૂઆત કરીછે


