HomeGujaratમોરબીને ફરી મેડિકલ કોલેજના નામે મળ્યો ઠેંગો,જિલ્લાની ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ ...

મોરબીને ફરી મેડિકલ કોલેજના નામે મળ્યો ઠેંગો,જિલ્લાની ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ રદ્દ કરી કોલેજ તાપીને ફાળવી દેવાઈ

મોરબીમાં આરોગ્ય સેવા વર્ષોથી કથળેલ હાલતમાં છે.પાંચ તાલુકાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં જિલ્લો બન્યાના આટલા વર્ષ બાદ પણ હજુ સબ ડિસ્ટ્રિક્ટ પ્રકારની છે.મોટા ભાગની તબીબોની જગ્યા વર્ષોથી ખાલી હોય, સાધનોનો અભાવ હોય આ ઉપરાંત ઔધોગિક જિલ્લામાં મેડિકલ કોલેજની તાતી જરૂરિયાત હોવાથી અનેક રજુઆત કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બ્રીજેશભાઈ મેરજાએ પણ પેટા ચૂંટણી વખતે જોરશોરથી મેડિકલ કોલેજને મંજુરી મળી હોય હવે જિલ્લાને આરોગ્ય સગવડ મળશે તેવા પણ મસમોટા દાવા કરવામાં આવ્યા હતા તેમજ મત પણ મેળવ્યા હતા જોકે આજ બ્રીજેશ મેરજા જીતી ગયા અને બાદમાં મંત્રી બની ગયા હતા જોકે મંત્રી બન્યા બાદ મેડિકલ કોલેજનો મ બોલવાનું પણ જાણે બંધ કરી દીધું હતું જિલ્લાને 2 વર્ષ સુધી મેડિકલ કોલેજના સપના દેખાડી અચાનક જ સરકારે મેડિકલ કોલેજ છીનવી લીધી અને હવે આ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.સરકાર દ્વારા કયા કારણોસર આ નિર્ણય લીધો તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી

આ અંગે રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીમાંથી મેડીકલ કોલેજ છીનવાઈ નથી પરંતુ તેનો પ્રકાર બદલાયો છે અગાઉ મંજુર થયેલ મેડીકલ કોલેજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ હતી જે મુજબ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજની સ્થાપના સરકાર કરતી હતી અને સંચાલન ગુજરાત મેડીકલ રીસર્ચ એંડ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું જયારે મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડીકલકોલેજ મળશે જેમાં સરકાર પ્રાઈવેટ સંસ્થાઓને મેડીકલ કોલેજનું સંચાલન સોપશે અને હોસ્પિટલમાં જ મેડીકલ કોલેજ ચાલશે મોરબી જીલ્લામાં વધુ સારી અને આધુનિક સુવિધા મળશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW