HomeGujaratCentral Gujaratઅમૂલે દૂધ બાદ માખણમાં કર્યો ભાવ વધારો, હવે દૂધમાં ભાવ નહીં ઘટે

અમૂલે દૂધ બાદ માખણમાં કર્યો ભાવ વધારો, હવે દૂધમાં ભાવ નહીં ઘટે

મોંઘવારીના લીસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. જેમાં કોઈ ભાવ વધારો ન થયો હોય. દૂધથી લઈને ડીઝલ સુધી અને તેલથી લઈને તીખા મસાલા સુધી દરેક વસ્તુમાં મોટો ભાવ વધારો થયો છે. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ સ્થાનિક સ્તેર પણ વધારી દીધા છે. દૂધ-છાશ બાદ હવે બટરના ભાવ પણ વધ્યા છે. અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બટના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવ વધારાયા છે.

અમૂલે તા. 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો. તેના બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે. જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. અમુલે છાશના ભાવમાં વધારો કર્યા બાદ સુમુલે પણ લીટરે 4 રૂપિયાનો વધારો કર્યો છે.આજથી નવો ભાવ વધારો અમલી થયો છે. ઘાસચારો, ખાણદાણ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે. જેથી ખર્ચાને સરભર કરવા સુમુલે છાશના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ છાશની 500 મિલિની કોથળી 13 રૂપિયા પરથી વધીને હવે 15 રૂપિયાની થઈ છે. એટલે 1 લીટર છાશના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં સુમુલ ડેરી દ્વારા રોજની સરેરાશ 3 લાખથી વધારે લીટર છાશનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ ડિઝલ સહિત અનેક ચીજ વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા દિવસોમાં દુધના ભાવમાં ફરી વધારો થવાના સંકેતો દેખાઈ રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW