Tuesday, October 28, 2025
HomeGujaratવિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રશાંત કિશોરે એવું કર્યું કે, નેતાઓનું ટેન્શન વધ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રશાંત કિશોરે એવું કર્યું કે, નેતાઓનું ટેન્શન વધ્યું

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમે ગુજરાત રાજ્યમાં ધામા નાંખી દીધા છે. જેના કારણે રાજકીય હલચલ વધી ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે એ પહેલા જ પ્રશાંત કિશોરની ટીમ રાજ્યમાં સક્રિય થઈ રહી છે. જેને ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધા હોવાનું જાણવા મળે છે. એપ્રિલાના પ્રથમ અઠવાડિયાથી જ આ ટીમ કામે લાગી ગઈ છે.

રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આ વખતે મોટી સંખ્યામાં ઉમેદવાર મેદાને ઊતર્યા છે. આ ટીમને વાહન તથા રહેવા માટેની સુવિધાઓ આપવામાં આવી રહી છે. પ્રશાંત કિશોરની ટીમે કમલમ નજીક ગાંધીનગર પાસે ભાજપના કાર્યાલયથી 5 કિમીના અંતરે ભાડે ફ્લેટ રાખ્યા છે. આ ઉપરાંત એમને વાહન વ્યવહાર સહિતની સુવિધાઓ અપાઈ રહી છે. જો તે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં ભાજપની ખરાબ હાલત થશે અને કૉંગ્રેસને લાભ થશે. બીજી બાજું નરેશ પટેલ જો કોંગ્રેસ સાથે હાથ મિલાવશે તો ભાજપને સીધી રીતે પાટીદારોના મતનો ફટકો લાગી શકે છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજમાંથી આવે છે.

વર્ષ 2017માં પાટીદારોના વધારે મતની અસર પરિણામમાં જોવા મળી હતી. પણ અનામત આંદોલનને કારણે ભાજપને પાટીદારના પ્રભુત્વ વાળા વિસ્તારમાંથી મોટો ફટકો પડ્યો હતો. હવે જો પ્રશાંત કિશોર તથા એની ટીમ કામ કરતી થઈ જાય તો ક્યા પક્ષ સાથે રહીને કામ કરશે એ ચર્ચાનો વિષય છે. બીજી બાજું હકીકત એવી પણ છે કે, ગુપ્તરાહે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત થોડા મહિના પહેલા કરી હતી. એટલે ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસમાં નવું જોમ રેડવા માટે પ્રશાંત કિશોરની ટીમનો સીધી રીતે ઉપયોગ થઈ શકે. આ પહેલીની ચૂંટણીમાં ભાજપને જીતવા માટે રીતસરનો હાંફ ચડી ગયો હતો. આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ છે.

એટલે જો પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાય તો ફાયદો અવશ્ય કોંગ્રેસને જ થવાનો છે. અગાઉ સૌરાષ્ટ્રમાં જિલ્લા સ્તરે કોંગ્રેસનો દબદબો હતો. પણ ગત નગર પાલિકા અને નિગમની ચૂંટણીમાં પણ કેસરિયો લહેરાતા કોંગ્રેસ રાજકીય મેદાનમાંથી હાંસિયામાં જતી રહી. રાજકીય સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, કેટલાક ગુજરાત ભાજપના મોટા કહેવાતા નેતાઓના અંગત સંબંધો પ્રશાંત કિશોર સાથે છે. આ અંગત સંબંધો જો અત્યાર સુધી કામ કરતા હોય તો આ ચૂંટણીમાં ભાજપની અગ્નિ પરીક્ષા થશે એ નક્કી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page