HomeGujaratમોરબીના ખોખરા હનુમાનધામમાં શુક્રવારે રામ કથાનો પ્રાંરભ,પૂર્વ સીએમ આનંદીબેન પટેલ આપશે હાજરી

મોરબીના ખોખરા હનુમાનધામમાં શુક્રવારે રામ કથાનો પ્રાંરભ,પૂર્વ સીએમ આનંદીબેન પટેલ આપશે હાજરી

મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલ પવિત્ર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ રામકથાનો 8 એપ્રિલથી પ્રારંભ થશે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવશે. અને 16 એપ્રિલ સસુધી ચાલશે.પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજરી આપશે અને મંદિરના પટ્ટાગણામાં નિર્માણ પામેલ 108 ફૂટ ઉચી હનુમાનની પ્રતિમાંનું પણ અનાવરણ થવાનું છે આ કાર્યક્રમ આનંદીબેન પટેલ હાજરી આપશે રામકથાનો પ્રારંભ મહામંડલેશ્વર રામકૃષ્ણાનંદજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયા છે તો 8થી16 દરમિયાન અલગ અલગ યજમાન રહેશે.


આ રામ કથામાં દેશભરમાંથી સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપશે રામ કથામાં જિલ્લાભરના ભક્તોને હાજર રહેવા અને રામકથાનો લ્હાવો લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW