HomeNationalનવી બુલેટ ખરીદીને મંદિરે દર્શન કરવા ગયા, પહેલા આગ ને પછી થયો...

નવી બુલેટ ખરીદીને મંદિરે દર્શન કરવા ગયા, પહેલા આગ ને પછી થયો બ્લાસ્ટ

છેલ્લા કેટલાક દિવસોથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પણ હવે તો રોયલ એનફિલ્ડ જેવી રોયલ ગણાતી બાઈકમાં પણ આગ લાગવાની ઘટના બની છે. રોયલ એનફિલ્ડમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના એ સમયે બની જ્યારે બાઈક ચાલક નવી બાઈક લઈને પૂજા કરવા માટે મંદિરે દર્શન કરવા ગયા હતા. એ સમયે પહેલા બાઈકમાં આગ લાગી અને પછી બ્લાસ્ટ થઈ ગયો હતો.

આ ઘટના કર્ણાટકના મૈસુર સિટીમાં રહેતા બાઈકલ રવિચંદ્રા સાથે બની હતી. જેઓ નવી રોયલ એનફિલ્ડ બાઈક ખરીદ્યા બાદ આંધ્ર પ્રદેશમાં રહેતા અનંતપુરમાં આવેલા જાણીતા કાસાપુરમ આંજનેય સ્વામી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ચૈત્રી નોરતાના પહેલાં દિવસે અહીં સ્વામીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. રવિચંદ્રા પૂજારી સાથે પૂજા કરવા અંગેની તૈયારીઓ કરતા હતા. એ સમયે બાઈકમાં અચાનક આગ લાગી હતી. રવિ મૈસુરથી બાઈક લઈને અહીં દર્શન કરવા માટે આવ્યો હતો. 387 કિમી સુધી નોન સ્ટોપ બાઈક ચલાવ્યા બાદ તેઓ મંદિર પહોંચ્યા. નવું બાઈક લીધા બાદ નેટ્ટિકાંતિ આંજનેય સ્વામીના દર્શન કરવા માટે તેઓ અહીં આવ્યા હતા. બ્લાસ્ટની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં હાજર લોકો પણ થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા. હકીકતમાં બાઈકની પેટ્રોલ ટેન્ક ફાટી હતી. આસપાસના સ્થાનિકો તથા વેપારીઓએ ભેગા થઈને આગ ઠારી હતી.

બાઈકમાં આગ લાગવાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. બુલેટમાં જાણે કોઈ બોંબ ફાટ્યો હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. બોંબ વિસ્ફોટ થયો હોય એવો અવાજ આવ્યો હતો. આગ લાગવાને કારણે વિસ્તારમાં ધુમાડો થયો હતો. બ્લાસ્ટ થયાનો અવાજ સાંભળીને મંદિરમાં દર્શન પૂજા કરતા લોકો પણ દોડી ગયા હતા. જ્યાં બાઈક પાર્ક કરવામાં આવ્યું હતું ત્યાં આસપાસ બીજા વાહનો પણ પાર્ક કરેલા હતા.

બ્લાસ્ટ થયા બાદ આસપાસના ટુ વ્હીલર્સમાં પણ આગ પ્રસરી હતી. પછી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. એકથી વધારે આગ લાગવાના કેસ બનતા ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી એ વિષય પર તપાસ કરી રહી છે કે, આગ લાગવા પાછળનું કારણ શું. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW