HomeGujaratમોરબીના સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મોત

મોરબીના સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે આસપાસ 30 કિમી વિસ્તારમાં આવેલ સિરામિક ઝોનમાં અવાર નવાર સેફટી સાધનોના અભાવે ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેનો ભોગ રોજનું કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના મજુર પોતાનો જીવ ગુમાવીને ચૂકવી રહ્યા છે.ત્યારે મોરબીમાં વધુ એક દુખદ ઘટના મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા જુના ઘૂટું નજીક સનસાઈન સિરામિક ફેક્ટરીમાં બની હતી ગત 25 માર્ચના રોજ કુંદનકુમાર રાજકુમાર મ્હાતો કામ કરતા એક શ્રમિકને ફેકટરીમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા શરીરમાં ગંભીર ઈજા પહોચી હતી જે બાદયુવકને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું આ બનાવમાં વાંકાનેર પોલીસે એડી નોધ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW