ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અનેક વખત રસ્તે રખડતા ઢોર મુદ્દે અનેક વખત ટકોર કરી છે. પણ આ અંગે બિલ તૈયાર થતા માલધારી સમાજ આ બિલનો વિરોધ કરી રહ્યું છે. આ માટે માલધારી સમાજે ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા. એમના આ મુદ્દાને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ પાટીલે એક મોટું નિવેદન આપી દીધું છે. રખડતા ઢોર નિયંત્રણ ધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરીશે. નવા આ અંગેના કાયદાને લઈને માલધારીઓમાં આક્રોશ ફેલાયેલો છે.

માલધારીઓએ પોતાની વ્યથા પણ સરકાર સુધી પહોંચાડી હતી. પછી આંદોલનનું શસ્ત્ર હાથમાં લીધું હતું. એવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ધારો પાછો ખેંચવાનું નિવેદન કર્યું છે. પાટીલે કહ્યું કે, મને પણ એવું લાગે છે કે, મહાનગર પાલિકામાં-કાયદામાં જે જોગવાઈઓ છે. એને કંટ્રોલ કરવા માટે આ જોગવાઈઓ પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા હતા. વોટ્સએપ ઉપર પણ મુદ્દાઓ મોકલ્યા હતા. અપીલ કરી હતી. સોમવારે સાંજે પણ કેટલાક સભ્યો મને મળવા માટે આવવાના છે. મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વડોદરા જતી વખતે વિનંતી કરી હતી કે, આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. આ કાયદાને સરકાર તરફથી પાલન કરવાવવા માટે બધા તૈયાર હોય ત્યારે આવા કાયદાની જરૂર નથી. એવી જ એમની માંગ છે. એમની માંગ પણ વ્યાજબી લાગે છે. અમને વિશ્વાસ છે કે, સરકાર જરૂર આ અંગે ફેરવિચારણા કરશે. માલધારી સમાજ આગેવાન નાગજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે, એમને જ રજૂઆત કરી હતી રોડ પરથી ઢોર દૂર કરીશું. બે મોઢાની વાત કરવાની જરૂર નથી પાટીલ સાહેબે. અમે કહીએ છીએ કે, આ કાળો કાયદો. છે.

રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન થતું હોય. અકસ્માત થતા હોય. એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. માલધારી સમાજ ખુદ આવી વસ્તુઓનો વિરોધ કરે છે. પણ વાત એવી છે કે, ગૌચર ગળી જવાની નીતિ હતી એનો કાયદો છે આ. એક કે બે વખત નહીં કુલ 33 વખત કહ્યું છે કે, રોડ રસ્તાઓ પર જે પશુઓ દોડી આવે છે એ ન આવવા જોઈએ. એની વૈકલ્પિક વ્યવસ્થઆ કરો. પશુઓને રોડ પરથી દૂર કરો. આ તો ગામડાઓને શહેરમાં ભેળવી લઈ સરકારી જમીન પડતર, ગૌચર પચાવી પાડવા માટેનું બિલ હતું. જ્યારે આ બિલ સામે આવ્યું ત્યારે જ કહ્યું હતું કે, આ કોઈ રસ્તે રખડતા ઢોરને દૂર કરવા અંગેનું બિલ છે જ નહીં. પણ જ્યારે પ્રજા જાગી છે. માલધારીઓને બીજા સમાજે ટેકો આપ્યો છે. ત્યારે એમને રેલો આવ્યો છે અને ખબર પડી છે હવે આ પોલ ખુલી ગઈ છે. આમા સરકારને રજૂઆત ક્યાંથી આવી. તમે જ બિલ્ડર એસો.ની મિટિંગમાં કહ્યું હતું કે, રસ્તા પરથી ઢોર હટાવીશ. તમે જ આ કેસમાં અરજદાર છો.

