ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા પોલીસબેડામાં જોરશોરથી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પહેલા PSI અને PIની બદલી બાદ હવે IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં અમરેલીના SP નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં SP તરીકે બદલી કરી દેવામાં આવી છે. શનિવારે થયેલી બદલીમાં 57 IPS ની બદલી જ્યારે 20ની બઢતી થઈ છે. જ્યારે 9 DYSP જેમણે વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર હતા એમની બદલી કરીને પોસ્ટિંગ આપી દેવામાં આવી છે.
અમદાવાદના કુલ 6 ઝોનના DCPની બદલી કરી દેવામાં આવી છે. જેમાં ઝોન 1ના રવિન્દ્ર પટેલની ભાવનગરના SP તરીકે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ડૉ. લવિનાસિંહને ઝોન 1ના DCP તરીકે મૂકાયા છે. ઝોન 2 DCP વિજયકુમાર પટેલની ટ્રાંસફર ઉત્તર ગુજરાતના પાટણના SP તરીકે કરી દેવાઈ છે. જ્યારે ઝોન 2 માં DCP તરીકે જયદીપસિંહ જાડેજાને મૂંકવામાં આવ્યા છે. ઝોન 3માં DCP તરીકે સુશીલ અગ્રવાલને પોસ્ટ આપવામાં આવી છે. જ્યારે ઝોન 4 DCP રાજેશ ગઢિયાને ખેડા SP તરીકે મૂકી દેવામાં આવ્યા છે. ઝોન 4માં DCP તરીકે અમદાવાદ SOG ડીસીપી મુકેશ પટેલને ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુને જામનગર SP તરીકે મુકાયા છે. એમના સ્થાને પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજાને ઝોન 7 DCP તરીકે બદલી કરીને મૂકાયા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે ટ્રાંસફર કરાયા છે.

જ્યારે 20 જેટલા IPS ઓફિસરની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા શ્રીમતી અમિતા વાનાણીને સુરત ટ્રાફિક પોલીસમાં DCP તરીકે મૂકાયા છે. જ્યારે વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા રાજદીપસિંહ નકુમને DCP તરીકે સુરત મૂકાયા છે. ભરત રાઠોડ જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર હતા એમને ગાંધીનગરના જિલ્લા પોલીસવડા તરીકે ટ્રાંસફર કરાયા છે. પ્રફુલ વાણિયા જેઓ DYSP ટ્રેનિંગ સ્કૂલ જૂનાગઢમાં હતા એમને કમાન્ડન્ટ SRPF તરીકે ગોંડલ મૂકાયા છે. રાજેશ પરમારને SDPO રાજપીપળામાં હતા એમને વડોદરા રેલવેમાં જિલ્લા પોલીસવડા તરીકે ટ્રાંસફર કરાયા છે. કલ્પેશ ચાવડા જેઓ DYSP ખેડામાં હતા એમને કમાન્ડન્ટ SRPF તરીકે ભરૂચ મૂકાયા છે. જ્યારે હરેશ મેવાડા જેઓ ACP ટ્રાફિક સુરતમાં હતા એને સુરતના SP તરીકે ટ્રાંસફર કરાયા છે. વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા જુલી કોઠિયાને વડોદરા ઝોન 1ના DCP તરીકે ટ્રાંસફર કરાયા છે. જ્યારે તેજલ પટેલ જેઓ વડોદરામાં ACP તરીકે હતા એમને કમાન્ડન્ટ SRPF તરીકે ગોધરા મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે કોમલ વ્યાસ જેઓ ગાંધીનગરમાં DYSP તરીકે હતા એમને કમાન્ડન્ટ SRPF તરીકે નડિયાદ મૂકાયા છે. વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર મંજીતા વણઝારા હતા એમને કમાન્ડન્ટ SRPF તરીકે અમદાવાદ મૂકાયા છે. વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા અર્પિતા પટેલને ગાંધીનગરના ટ્રાફિક શાખાના SP તરીકે મૂકાયા છે. રૂપલ સોલંકી જેઓ SDPO બારડોલીમાં હતા એમને સુરત ક્રાઈમ બ્રાંચમાં DCP તરીકે મૂકાયા છે.
ભારતી પંડ્યા જેઓ અમદાવાદમાં ACP તરીકે હતા એમને ગાંધીનગર DCP તરીકે મૂકાયા છે. શ્રુતિ મહેતા જેઓ ગાંધીનગરમાં DYSP હતા એમને ગાંધીનગર CID બ્રાંચમાં SP તરીકે મૂકાયા છે. નીતા દેસાઈ જેઓ ગાંધીનગરમાં DYSP તરીકે હતા એમને ટ્રાફિક શાખાના DCP તરીકે મૂકાયા છે. શ્રેયા પરમાર જેઓ DYSP તરીકે ગાંધીનગરમાં હતા એમને કમાન્ડન્ટ SRPF વિરમગામ મૂકાયા છે. કાનન દેસાઈ જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર હતા એમને DCP તરીકે અમદાવાદ મૂકાયા છે. વેઈટિંગ ફોર પોસ્ટિ પર રહેતા જ્યોતિ પટેલને SP તરીકે ગાંધીનગર ટેકનિકલ વિભાગમાં મૂકાયા છે. ભક્તિ ઠાકર પણ વેઈટિંગ ફોર પોસ્ટિં પર હતા એમને DCP ટ્રાફિક શાખામાં અમદાવાદ મૂકાયા છે. રાજદીપસિંહ નકુમને સુરત શહેર એસ.ઓ.જી ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. ભરત રાઠોડને ગાંધીનગર ઇન્ટેલિજન્સ એસપી તરીકે મૂકવામાં આવ્યા છે.

