HomeGujaratશિક્ષણમંત્રીન મતવિસ્તારમાં આકરા તાપમાં સરકારી શાળાની લોબીમાં બેસી અભ્યાસ કરતા ભૂલકા

શિક્ષણમંત્રીન મતવિસ્તારમાં આકરા તાપમાં સરકારી શાળાની લોબીમાં બેસી અભ્યાસ કરતા ભૂલકા

સ્માર્ટ એજ્યુકેશનના દાવા કરતા નેતાઓને ગ્રાઉન્ડ રીયાલિટી ભાગ્યે જ દેખાય છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે, અમે પણ નાના હતા ત્યારે ખુલ્લામાં અભ્યાસ કરતા. આ વાત એમના વિસ્તારમાં સાર્થક થઈ છે. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાની લોબીમાં બેસીને ભણવા માટે વિદ્યાર્થીઓ મજબુર થયા છે. આકરા તાપમાં બેસીને ભણવું પડી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કાળિયાબીડ વિસ્તારમાં ભાડેમાં ચાલતી પ્રાથમિક શાળાના બાળકો ક્લાસરૂમની અછતને કારણે લોબીમાં બેઠાં છે.

એવામાં 40 ડિગ્રીના તાપ વચ્ચે તેઓ અભ્યાસ કરવા માટે મજબુર બન્યા છે. શિક્ષણમંત્રના શહેર એવા ભાવનગરના કાળિયાબીડ વિસ્તારનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાઈ જવા છતાં કાળિયાબીડ વિસ્તારમાં સરકારી શાળાનું મજબુત કોઈ બિલ્ડિંગ નથી. વર્ષ 2010 થી એટલે કે, છેલ્લા 12 વર્ષથી યોગાશ્રમના બિલ્ડિંગમાં ભાડેથી સરકારી સ્કૂલ ચાલી રહી છે. કાળિયાબીડની મારુતિ યોગ આશ્રમ શાળા નંબર 83માં ધો.1 થી 8માં ફુલ 177 બાળકો અભ્યાસ કરે છે. પણ એમના માથે એમને સુરક્ષા આપતી કોઈ છત નથી. આવું ચિત્ર સામે આવતા એક પ્રશ્ન એ ચર્ચામાં રહ્યો છે કે, આમા ક્યાંથી ભણે ગુજરાત? આ બાળકો માટે આચાર્યની કચેરી જ ક્લાસરૂમ છે. ક્લાસરૂમની ઘટ છે એટલે 4,5 અને 8 ધોરણના બાળકો લોબીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 30 જેટલા બાળકો આચાર્યની કચેરીમાં બેસીને અભ્યાસ કરે છે. 39 ડિગ્રીમાં લોબીમાં લૂં વાય છે. અંગ દઝાડતી ગરમી પડે છે. પણ નેતાઓની ઓફિસમાં એસી વાતાવરણને ઠંડુ કરે છે. જ્યાં શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ આવી હાલત હોય બીજા ગામે સર્વે કરીએ તો શું સ્થિતિ હોય એ આના પરથી સમજી શકાય છે. શાળામાં જાણે પંખા વેન્ટીલેટર પર જીવતા હોય એવું લાગે છે. જેમાં પાવર તો આવે છે પણ એમાંથી હવા આવતી નથી.

લાંબા સમયથી બાળકોની સ્થિતિ આવી કફોડી થઈ છે. ગંદા પાણીમાં લીલની જેમ જામી ગયેલી તંત્રની આળસને કોઈ ઢંઢોળશે એ તો ચૂંટણી આવ્યે ખબર પડશે. એટલું જ નહીં સ્કૂલની બાજીમાં જ ગંટરગંગા વહે છે. ગંદા પાણીના નાલા પર સ્કૂલ આવેલી છે. એટલે બાળકોનું શિક્ષણ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ જોખમાય છે. સ્કૂલે જવું જાણે ખતરો કે ખિલાડી થવા બરોબર બન્યું છે. સ્કૂલમાં સગવડ નથી એટલે પાયાની સુવિધાની સુવાસ નથીં પણ બાજુમાં વહેતી ગટરગંગામાંથી વાસ અવશ્ય આવે છે. જેના કારણે બાળકોને મુશ્કેલી પડે છે. સર્વ શિક્ષા અભિયાન તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લંબે હનુમાન અને કાળિયાબીડની શાળા માટે રૂ.160 લાખના ખર્ચે 17 ઓરડા મંજૂર પાસ કરાયા છે. જે માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ હતી. એજન્સી તરફથી ભાવ વધારો મંગાતા ટેન્ડર ફેઈલ થઈ ગયું હતું. જેની માઠી અસર અત્યારે બાળકો ભોગવી રહ્યા છે. હવે રિટેન્ડર કરી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સર્વશિક્ષા અભિયાનના અધિકારી જગદીશ દેસાઈએ જણાવ્યું છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટ કહે છે કે, જે ભાડાના બિલ્ડિંગમાં શાળા ચાલી રહી છે તેમાં અગવડ પડતી હોવાથી બે વખત અન્ય સ્થળે ભાડે બિલ્ડિંગ મેળવવા માટે પ્રયાસ કર્યો છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW