HomeGujaratહડમતીયાના સામાજિક કાર્યકરનો જન્મદિવસે સંકલ્પ ગામની દીકરીઓના લગ્નપ્રસંગમાં કરિયાવર પોતે કરશે

હડમતીયાના સામાજિક કાર્યકરનો જન્મદિવસે સંકલ્પ ગામની દીકરીઓના લગ્નપ્રસંગમાં કરિયાવર પોતે કરશે

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાએ પોતાના આજના જન્મદિવસે અનોખી ઉજવણી કરી હતી જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા છાત્રોને નાસ્તો કરાવ્યો હતો સાથે સાથે જન્એમ દિવસે સંકલ્કપ કર્યો અનોખી પહેલની જાહેરાત કરી હતી સામાજિક કાર્યકરે ” દિકરી મારી લાડકવાયી” ના સુત્રને સાર્થક કરવા હડમતીયા ગામની તમામ જ્ઞાતિજનોની દિકરીઓના લગ્ન સમયે કરિયાવરની વ્યવસ્થા પોતે કરવાની જાહેરાત કરી છે. પંકજભાઈ રાણસરીયા હર હંમેશ મોરબીમાં કોરોનાના કપરા સમયમાં પણ ટીફીનસેવા શરુ કરી હતી.કોરોનાના કપરા સમયમાં દર્દીઓને હોસ્પિટલ કે સંસ્થાઓમાં બેડની સુવિધાઓની સાથે રેમ્ડેસિવર ઇન્જેક્શન, દવાઓની પણ સુવિધાઓ કરી આપેલ તેમજ માળિયા-મિયાણા, ટંકારા તાલુકાના અનેક ગામોના પ્રવાસ ખેડી જરુર જણાય ત્યાં હમદર્દ બની વ્હારે આવ્યા હતા. પોતાના માદરે વતન હડમતિયામા રેપીડ ટેસ્ટના કેમ્પ કરી જરુર જણાય ત્યાં પોતાની તિજોરી ખુલી મુકીને દેવાની નેમ સાથે કાર્યરત હતા. પોતાના દાદીમાના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામને વૈકુંઠ રથ અપર્ણ કર્યું હતું.


હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી હોવાથી ગ્રામપંચાયતના ઠરાવ અનુસાર બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં પહોળા કરી રહ્યા છે. ત્યારે આજના પંકજભાઈના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો છે જ્યારે ગ્રામપંચાયતની ગ્રામસભામાં જનમેદની વચ્ચે આ જાહેરાત થતાં સૌ કોઈ દંગ રહી ગયા હતા સાથે તાળીઓના ગડગડાટથી સર્વ જ્ઞાતિજનોએ આ પ્રત્સાવ વધાવી લીધો હતોઆમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને માનવતાના મસિહાની વતન પ્રત્યેની માનવતા ગ્રામજનોને ઉડીને આંખે વળગી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW