વનરક્ષકની વર્ગ 3ની પરીક્ષામાં પેપરલીક થવા મુદ્દે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. પ્રવક્તા જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, વર્ગ 3ની વનરક્ષકની પરીક્ષા જે રવિવારે લેવાઈ હતી. આખા રાજ્યમાં લેવાઈ છે. ગુજરાત યુનિ. દ્વારા એ પરીક્ષાની વ્યયવસ્થાઓ વનવિભાગે સોંપી હતી. કોઈ પણ વાત સમજ્યા વગર આક્ષેપ કરીને સરકારને બદનામ કરવાનો એક પ્લાનિંગ સાથે યુવાનોને ગેરમાર્ગે દોરવાની આ પ્રવૃતિઓ છે.
આ કામ કેટલાક લોકો કરી રહ્યા છે. કોઈ પણ સાચી બાબત હોય અને કોઈ વ્યક્તિ જાણતી હોય તો સરકાર કાયમ એના માટે ઓપન છે. કોઈ પણ ઘટના બને એ માટે સરકાર એક્ટિવ હોય છે અને ભવિષ્યમાં આવી ન બને એ માટે પણ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર ખૂબ સક્રિયતાથી કામ કરી રહી છે. પ્રમાણિકતાથી પરીક્ષા લેવાય અને કોઈ વ્યક્તિ એવું કંઈ કરે તો એના પર એક્શન પર લેવાય છે. ભવિષ્યમાં ન પણ બને એની જવાબદારી સરકારની હોય છે. આજે પણ કેટલાક સગા વ્હાલાના રજીસ્ટર છે. હું મારા દીકરાને પણ બચાવી ન શકું એવી વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગોઠવી છે. એના પર ભરોસો અને વિશ્વાસ રાખીને રાજ્યમાં ભાજપ કે પૂર્વ સરકારો એ પણ પ્રમાણિકતાથી રાજ્યના યુવાનોને કોઈ નુકસાન ન થાય એવું કર્યું છે. આ મહેસાણા જિલ્લાના ઉનાવાની વાત છે. કોઈ મુદ્દે સીધા મીડિયા સાથે વાત કરીને યુવાનોને, ભૂતકાળમાં પણ આવી વાત બની છે. મારી પાસે જે પ્રાથમિક માહિતી છે એ આપું છું. બે કલાક બાદ પણ તથ્ય અને સત્ય આપવા માટે સરકાર તૈયાર છે. આ સરકાર કોઈનાથી કંઈ છુપાવવા માગતી નથી અને છોડવા પણ માંગતી નથી. આ પ્રકારે સમજ્યા વગર યુવાનોના મને ગિલ્ટી ફીલ થાય છે. યુવાનો ચેતજો. મારી પાસે જે માહિતી છે એ સેન્ટરમાં કોપી કેસ થયો છે. બે કલાક બાદ તમે અને હું એમ પરીક્ષા દેવા માટે ગયા હશું. કોઈ વિદ્યાર્થી ટોયલેટ કરવા માટે જતો હોય છે. આવા સમયે એમની પાસે એ કોઈ તૈયાર જવાબ મળે એનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે. પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. એ વિદ્યાર્થી પર કોપીકેસ કરવામાં આવ્યો છે. ઉનાવા ગામનો એક વિદ્યાર્થી. બે કલાક પરીક્ષા શરૂ થયા પછી, પેપર ફૂટવાનું હોય તો પહેલા ફૂટે, પરીક્ષા પહેલા એની વ્યવસ્થા કરનારા વહેંચણી કરે. લાભ લેવાના પ્રયાસ કરે.

બે કલાક અને એક કલાકમાં કેવું લખી શકાય અને શું લખી શકાય એ હું રાજ્યની પ્રજા પર છોડું છું. છતાં પણ તપાસ ચાલું છે. આ કોપી કેસનો કેસ છે. નિયમ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય છે એ થઈ છે. છતાં કોઈ વ્યક્તિ રાજ્ય સરકારનું ધ્યાન દોરે. પણ ગેરમાર્ગે દોરવા માટે નહીં. યુવાનોએ જે પરીક્ષા આપી છે એને લઈ કોઈ મુશ્કેલી ન થાય. સત્ય એ સત્ય રહે. સત્ય માટે જે કંઈ કરવું ઘટે એ કરીશું. પણ અત્યારે તો આ માત્ર કોપીકેસ છે. જો પેપર ફૂટ્યું હશે તો બધા જ પગલાં રાજ્ય સરકાર લેશે. હું માનું છું કેટલાક લોકો વિકૃતી કરતા હોય છે. જે સરકારના હાથમાં નથી. સરકાર આવું કંઈ ઈચ્છતી નથી. પરીક્ષાની પદ્ધતિ SSC ને બારમાં જેવી ભાજપ સરકારે કરી છે. તમારા ને મારા સગા પરીક્ષા આપીને પાસ થયા છે. કોઈ પૈસા દીધા વગર પાસ થયા છે. જે ત્રુટી નીકળે એના પર કાર્યવાહી કરવાની હોય. બધા પેપર ફૂટ્યા નથી. આ લેખિત પરીક્ષાની વ્યવસ્થા અને શરૂઆત ભાજપ સરકારે કરી છે. ચૂંટણી આવે છે એટલે વાતાવરણ બગાડવાના પ્રયાસ છે. છતાં હું કહું છું કે, રાજ્યની સરકાર દરેક મુદ્દાને ગંભીરતાથી લેશે.

