HomeGujaratવાંકાનેર: ભલગામમાં ૧૨મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ - ભીમડાયરો...

વાંકાનેર: ભલગામમાં ૧૨મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ – ભીમડાયરો યોજાશે

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૨ એપ્રિલ ૨૦૨૨ રોજ માનવ બૌદ્ધ વિહારનુ ભલગામ-ચોટીલા, સમ્યક સીનીયર સિર્ટીઝન ક્લબ આંબાવાડી, અમદાવાદ અને બાજ એન્જીનિયર્સ એસોસિયેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માનવ બૌદ્ધ વિહાર, ભલગામ, ચોટીલા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ તેમજ જાણીતા ભીમ સાહિત્યકાર ભીમ ભજનીક વિસન કાથડના “એક શામ બાબા ભીમ કે નામ’ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રતિમા અનાવરણ કર્તા તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી- ગુજરાત સરકાર પ્રદિપભાઈ પરમાર – ઉપરાંત વિશેષ આમંત્રિત મહાનુભાવો તરીકે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાજય અધ્યક્ષ ડો. પ્રધુમનભાઇ વાજા, મોરબી સંસદીય વિસ્તારના સાંસદ વિનોદ ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ અંગે મોરબી, વાંકાનેર, ચોટીલા, અમદાવાદ પંથકમાં લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રોતાઓ માટે ભોજનની વ્યવસ્થા અમદાવાદના બિલ્ડર રમેશભાઈ મકવાણા તરફથી કરવામાં આવી છે.

માનવ બૌદ્ધ વિહારના પ્રમુખ અજીતભાઈ બેવડા અને સમ્યક સીનીયર સિટીઝન ક્લબના ચેરમેન સી.એન. અંબાલીયાના જણાવ્યા અનુસાર અહીંયા સ્વરાજ ગ્રામ વિકાસ એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ (રજી. નં. ઇ- ૧૦૩૩) દ્વારા માનવ બૌદ્ધ વિહાર ખાતે અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ માટે એક આધુનિક શૈક્ષણિક સંસ્થા તૈયાર કરવાનું પણ આયોજન કરાયું , જેમાં સૌપ્રથમ નિવાસી ભીમ શાળા નિર્માણ કરાશે બાદમાં સમયાંતરે લાયબ્રેરી, ધ્યાન હોલ અને અન્ય શૈક્ષણિક સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને અનુદાન આપવા અનુરોધ કરાયો છે. સમારોહની સફળતા માટે સંસ્થાના પ્રમુખ અજીતકુમાર બેડવા, નિવૃત્ત ઇજનેર સી.એન. અંબાલીયા નિવૃત આઈ.આઈ.એસ.અધિકારી વી.એમ.વણોલ સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના બહુજનોને અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW