HomeGujaratનવલખી પોર્ટથી 10 ટ્રક ચાલકોએ ભરેલ રૂ 22 લાખના કોલસામાં ભેળસેળ કરી...

નવલખી પોર્ટથી 10 ટ્રક ચાલકોએ ભરેલ રૂ 22 લાખના કોલસામાં ભેળસેળ કરી હિમતનગરની કંપનીને પધરાવી દીધો,

માળિયા તાલુકાના નવલખી પોર્ટ પર આવેલ વાસુકી ટ્રેડલિંક નામની કંપની દ્વારા હિંમતનગરની અંબુજા એક્સપોર્ટ નામની કંપનીને અલગ અલગ 10 ટ્રકમાં રૂ 22,56,૭૬૮ ની કિમત 353 મેટ્રિક ટન ઇન્દોએશિયન કોલસો ભરીને મોકલ્યા હતા જોકે ટ્રક ચાલકોએ જે તે સ્થિતિમાં સામેની પાર્ટીને આપવાના બદલે રસ્તામાં ટ્રકની તાળપત્રી અને રસ્સા પરનું સીલ તોડી મોટી માત્રામાં કોલસાની ચોરી કરી લીધી હતી અને તેના સ્થાને હલકી ગુણવતાનો કોલસો અને માટી ભેળસેળ કરી મોકલી દીધો હતો આ બાદ ગુજરાત અંબુજા એક્સપોર્ટ દ્વારા ચકાસણી કરાવતા કોલસો ભેળસેળ વાળો હોવાનું સામે આવતા તેઓએ કોલસો રીજેક્ટ કરી વાસુકી ટ્રેડર્સને પરત કરી દીધો હતો જે બાદ વાસુકી ટ્રેડર્સ દ્વારા પણ તપાસ કરતા ભેળસેળ થયાનું સામે આવતા વાસુકી ટ્રેડર્સના મેનેજર જસ્મીનભાઈ બાલશંકર માઢકે ટ્રક નં.- GJ-10-TU-8431 જેના ચાલક કાળુભાઇ, ટ્રક નં. GJ-12-AC-6805 ચાલક તથા તેના માલીક સુનિલ વિરડા ,ટ્રક નં. GJ-10-TT – 3862 નો ચાલક ,ટ્રક નંબર GJ-10-TV – 1838 નો ચાલક ,ટ્રક નં. GJ-36 – v – 5994 નો ચાલક ,ટ્રક નંબર GJ-12-BW – 5779 નો ચાલક,ટ્રક નંબર GJ-36-T- 6024 નો ચાલક ,ટ્રક નંબર GJ- 36 -V- 1289 નો ચાલક, ટ્રક નંબર GJ-36 – T – 5994 નો ચાલક, તેમજ વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ વિરુધ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરીયાદ આધારે એલસીબી ઇન્ચાર્જ પી.આઈ એન એચ ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW