મહાનગર સુરતના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરનારા આરોપી ફેનિલની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. સોમવારે વધુ દસ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્યાર સુધીમાં એ તમામ સાક્ષીઓએ ફેનિલને હત્યારા તરીકે ઓળખી બતાવી દીધો છે. છેલ્લે જ્યારે કોર્ટ પ્રક્રિયા ચાલું હતી ત્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ જે દુકાનેથી લેવામાં આવ્યું હતું એનું પણ નિવેદન નોંધાયું છે.
જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે લીધુ હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ફેનિલે ગ્રીષ્માના ગળે છરી ફરેવી દીધી હતી. આ કેસમાં પોલીસે યુદ્ધના ધોરણે પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઇ ગઇ હતી. ફેનિલ ગોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં યુવતીના ગળે છરી ફેરવી નાંખી છે. ફેનિલે જે દુકાનદાર પાસેથી ચપ્પુ ખરીદ્યુ એ દુકાનદાર સહિત કૉલેજના મિત્ર સહિત કુલ 11 લોકોની જુબાની લેવાઈ હતી. અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની પૂરી થઈ છે. આ કેસમાં કુલ 190 સાક્ષીઓ છે.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સામે હત્યા પહેલાનું અને હત્યા પછીનું આખું ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટમાં જણાવી દીધું છે. ઘટનાને શબ્દો વડે કહેતા કરતા નાના ભાઇનું દિલ ભરાય ગયું હતું. ભીની આંખે અને ભારે હૈયે કહ્યું કે, જ્યારે આરોપી સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો. એ સમયે તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો. પછી ફેનિલે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા જાય એ પહેલાં ચપ્પુ ગળામાં ફેરવી દીધું હતું. આ સિવાય ગ્રીષ્માના કાકાની જુબાની પણ લેવામાં આવ હતી. ફેનિલે ગ્રીષ્માના કાકાને પણ છોડ્યા ન હતા. એને પણ લોહી લુહાણ કરી નાંખ્યા હતા. આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ કરી છે. એક સાક્ષીએ ત્યાં સુધી કહ્યું કે, ફેનિલ આ પહેલા પણ ચોરીના કેસમાં ઝડપાયો હતો. પોલીસે એની અટકાયત કરી હતી. ગ્રીષ્માના ઘરના લોકો જ્યારે આવ્યા ત્યારે હું પણ ગયો હતો. ફેનિલને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. આખા રાજ્યમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં સૌની નજર હવે કોર્ટમાંથી આવતા ચૂકાદા પર છે. ફેનિલને કેવી અને કેટલી સજા કરવામાં આવે છે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

