HomeGujaratરાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોના પતિદેવો પધારતા હોબાળો મચ્યો

રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોના પતિદેવો પધારતા હોબાળો મચ્યો

રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખ સામે અંદરખાને ભાજપના નેતાઓમાં જ વિરોધના સુર ઉઠ્યાં છે. ત્યારે આજે મળેલી સંકલન બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટકોરનો ઉલાળીયો થયો હતો. ભાજપની 13 મહિલા સભ્યોના બદલે માત્ર બે જ હાજર રહી હતી. જ્યારે અન્યોના પતિદેવાઓ વહીવટકર્તા તરીકે પધારતા હોબાળો મચ્યો હતો. સભ્યોની નારાજગી દુર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યાં હતાં.

મનસુખ ખાચરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલા સભ્યો આવતી હોય છે અને તે અભણ હોય છે. આખરે કામ તો એના પતિ જ દરેક ક્ષેત્રમાં કરતા હોય છે. અહીં પણ આગામી દિવસોમાં મહિલા સભ્યોને ફરજીયાત હાજર રહેવા કહેવામાં આવ્યું છે. મહિલાઓના પતિઓ પોતાની નેમપ્લેટ લગાવે છે એની જગ્યાએ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની જ નેમપ્લેટ હોવી જોઈએ તે અંગે સુચના આપવાના છીએ.

જિલ્લા પંચાયતના સભ્ય પી.જી. ક્યાડાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન સમિતિમાં બધા સભ્યોને બોલાવવા એટલા માટે જરૂરી હોય છે કે, બધા સદસ્યોના પ્રશ્નો આવતા હોય છે. પ્રશ્નો ઘણી વખત ન પણ પૂછી શકતા હોય, ઘણા સદસ્યો નવા ચૂંટાઈને આવ્યા હોય તો તે વચનો આપીને આવ્યા હોય તે કામો એકસાથે ન પણ થતા હોય અને ગ્રાન્ટ આપી શકતા ન હોય. તમે એક કરોડના કામનું સુચન કર્યું હોય તો 25-30 લાખ રૂપિયા આવતા હોય તો 25-30 લાખ રૂપિયા જ આપી શકતા હોય. પછી સંકલનનો અભાવ પણ હતો.

પી.જી. ક્યાડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનું અવારનવાર ધ્યાન પણ દોર્યું હતું. પરંતુ ઘણાવીર પ્રમુખને પણ મજબૂરી હોય કે અમુક કામ ન પણ કરી શકતા હોય. અમારી પાસે કામના 30 કરોડ રૂપિયા આવ્યા હોય તો અમે બધા સભ્યોને ફાળવી દેતા હોઇએ છીએ. આવું સિનિયર સદસ્યો મને અવારનવાર રજુઆત કરતા હતા, થોડુક અમારે ભથ્થામાં મોડુ થયું હતું. થોડીક અમારી અધિકારીઓની ભૂલ કહેવાય કે 10-12 મહિને તેઓનું ભથ્થુ ન ચૂકવી શક્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW