રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બેંગ્લોર ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે કરાચીમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાનને ચીયર કરશે. કારણ કે જો પાકિસ્તાન બાકીની બેમાંથી કોઈપણ એક મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો ભારત ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની જશે. તા. 12 માર્ચે બે ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. પાકિસ્તાન કરાચીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ રમી રહ્યું છે. જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની બીજી અને અંતિમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
જો કે, ટીમ ઈન્ડિયા કરાચીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ પર નજર રાખવા અને પોતાના પાડોશી દેશને સમર્થન આપવા ઈચ્છશે. જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયાએ વર્ષની શરૂઆતમાં ભારત પાસેથી જે તાજ છીનવી લીધો હતો તે ફરીથી મેળવવાની આશા રાખશે. ભારત પોતાની ધરતી પર ટેસ્ટમાં જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. તે આ મેચમાં શ્રીલંકાને ખતમ કરવા ઉતરશે.

જો ટીમ ઈન્ડિયા તેની ધરતી પર વિજય અભિયાન ચાલુ રાખવામાં સફળ રહેશે તો રોહિતની ટીમ ટેસ્ટમાં ફરીથી નંબર 1નો તાજ મેળવી લેશે. ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે ટેસ્ટ ક્રિકેટની રેન્કમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડ સામે એશિઝ જીત્યા બાદ પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બની ગઈ છે. જો કે, પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓછી એક ટેસ્ટ મેચમાં હરાવશે તેવી શરત સાથે ભારત ટેસ્ટમાં નંબર વન ટીમ બની જશે.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી જીતવાથી ભારત 118 રેટિંગ પોઈન્ટ પર પહોંચી જશે. જે ઓસ્ટ્રેલિયાના રેટિંગ કરતા એક પોઈન્ટ ઓછો છે. જો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સિરીઝ ડ્રોમાં રહેશે તો કાંગારુ ટીમ 115 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર સરકી જશે. જો પાકિસ્તાન બેમાંથી એક મેચ જીતશે તો તે 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી જશે. આ સાથે જ જો શ્રેણી 1-1થી ડ્રો થાય તો પણ ભારત નંબર વન પર પહોંચી જશે. જો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામેની બાકીની બે ટેસ્ટ મેચ જીતી લેશે તો તે 121 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખશે.

