HomeGujaratમોરબીની સસ્તા અનાજની દુકાનમાં અનિયમિતતાની ફરિયાદ, તપાસની માંગ

મોરબીની સસ્તા અનાજની દુકાનમાં અનિયમિતતાની ફરિયાદ, તપાસની માંગ

રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ પરિવારને રાશન વિતરણ કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં ખાસ મોરબી શહેર વિસ્તારમાં સસ્તા અનાજ દુકાનના સંચાલકો દ્વારા કાર્ડ ધારકોને સમયસર રાશન આપતા ન હોવાની,દુકાન બહાર કાર્ડ ધારકોને મળવા પાત્ર રાશનની વિગત ન લખવામાં આવતી હોવાનું ,ગ્રાહકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું પાકુ બીલ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ઘણા દુકાનદાર મળવા પાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી રહ્યા છે તો કેટલાક દુકાનદાર બીલ કરતા કાર્ડ દીઠ 5 રૂપિયા વધારે લઇ રહ્યા છે. રાજ્યભરમાં વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત કોઈ પણ દુકાનેથી રાશન કાર્ડ થી પોતાનું રાશન ખરીદિ શકે તેવી સરકારની જાહેરાત બાદ પણ દુકાનદાર તેની અમલવારી કરતા નથી સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક માત્ર સોમવારે જ રજા રાખી શકે છે તેવી જોગવાઈ હોવાં છતા દુકાનદાર પોતાની મરજી મુજબ દુકાન ચાલુ બંધ રાખી રહ્યા છે.તેમજ દુકાનદાર જાણે પોતાના ઘરનું રાશન આ પરિવારને આપતા હોય તેવો રોફ જમાવી અપમાનિત કરી રહ્યા છે. આં બાબતે મોરબીના સામાજિક કાર્યકર રજુ દવે જીગ્નેશ પંડયા,જગદીશ બામભાણીયા મુસાભાઈ તેમજ અશોક ખરચરિયા સહિતનાએ જીલ્લા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખી સમયાતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત તેમજ જેટલી પણ દુકાન ચાર્જમાં ચાલે છે તે દુકાન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી જચાર્જમાં ચાલતી દુકાન નિયમિત ખુલે અને તેનો લાભ લોકોને મળે તેવી માગણી કરવામાં આવી છે.

તસ્વીર :પ્રતીકાત્મક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW