પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ગુજરાત રાજ્યના સાંબરકાંઠામાં કોંગ્રેસ તરફથી સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, પાંચ રાજ્યના ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત અનેક જાણીતા આગેવાનો નિરાશામાં જોવા મળ્યા હતા. તેમ છતાં નિવેદન એવું આપ્યું હતું કે, તેઓ કોંગ્રેસને પચાવવા માાટે અડિખમ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ તરફથી સભ્ય નોંધણી અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. જે અંતર્ગત વડગામના ધારાસભ્ય તથા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ગોવાભાઈ દેસાઈએ આહવાન કર્યું છે.
ગોવાભાઈએ જાહેર સંમેલન યોજીને આ અભિયાનની શરૂઆત કરી હતી. પાંચ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હારી જતા એના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ હારની અસર સાબરકાંઠાના કાર્યકર્તાઓ પર સ્પષ્ટ પણે જોવા મળી છે. જોકે, સાબરકાઠા જિલ્લામાં જીજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું કે, ગત વિધાનસભમાં ખૂબ ઓછા માર્જિનથી સત્તામાં આવી શક્યા નથી ત્યારે આ વખતે પૂર્ણ તાકાતથી વિધાનસભા લડીશું. ડંકાની ચોટ પર લડીશું. અડીખમ ઊભા રહીશું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કોંગ્રેસ તૂટી રહી છે.

મોટાભાગના નેતાઓ તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના મામલે નિવેદન આપી દેતા લોકોને એવું જણાવ્યું હતું કે, જે લોકોને જવું હોય તે જાય એ લોકોને સંપૂર્ણ રીતે છૂટ છે. જીજ્ઞેશ મેવાણીના આવા નિવેદેન સ્થાનિક કાર્યકર્તાઓ પણ મુંઝાયા હતા. કોંગ્રેસી વિચારધારાની સમર્પિત આગેવાનો સહિત અમુક ટેકેદારોમાં પણ મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. હવે જોવાનું એ છે કે, જીજ્ઞેશ મેવાણી સામે કોઈ વિરોધ થાય છે કે, નહીં.
કોંગ્રેસને આ પાંચ રાજ્યની ચૂંટણીમાં મોટો ફટકો લાગતા હવે પછીની રણનીતિ પર કોંગ્રેસના પદાધિકારીઓ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ચાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવવા માટે જઈ રહી છે. પણ હકીકત એવી પણ છે કે, કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ રાજ્ય બચ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થતા કોંગ્રેસને ફટકો પડે એવી પૂરી સંભાવના છે. ગત અઠવાડિયામાં કોંગ્રેસ એવી જાહેરાત કરી હતી કે, સભ્યની નોંધણી અને બુથ મેનેજમેન્ટનું કામ પહેલા કરવામાં આવશે. એ પછી ચૂંટણી માટે જુદી જુદી રણનીતિ તૈયાર કરવામાં આવશે. રાજકોટ બેઠક પર દીપક બાબરીયા અને હાર્દિક પટેલને જવાબદારી જ્યારથી સોંપવામાં આવી છે ત્યારથી બેઠકનો ધમધમાટ વધી ગયો છે. હાર્દિક પટેલે ગત અઠવાડિયે મેરેથોન મિટિંગ યોજીને ચૂંટણી મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.


