HomeGujaratCentral Gujaratતેલિયા રાજાઓ પર સરકારની મીઠી નજર, બે વર્ષમાં માત્ર 70 જ દરોડા...

તેલિયા રાજાઓ પર સરકારની મીઠી નજર, બે વર્ષમાં માત્ર 70 જ દરોડા પડ્યા

ગુજરાતમાં ખાદ્યતેલ અને ખાદ્ય પદાર્થોમાં દિવસે દિવસે ભાવ વધારો અસહ્ય બની રહ્યો છે. દિવસે દિવસે આ ભાવ વધારો આસમાને પહોંચી રહ્યો છે. ગરીબ પ્રજા તેલના એક ટીપાં માટે દિવસ રાતે તનતોડ મહેનત કરે છે. રાજ્ય સરકાર અને તંત્ર તરફથી તેલિયા રાજાઓ તથા તેલ અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કરીને કારોબાર કરનારા સામે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આવા તેલિયા રાજા અને સંગ્રહખોરોને સરકાર કે વહીવટી તંત્રની કોઈ પ્રકારની બીક ન હોય એવું ચિત્ર જોવા મળ્યું છે.

આ વાત વિધાનસભામાં સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પરથી જાહેર કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહકો અંગેના મંત્રીને ગેરકાયદેસર સંગ્રહખોરી તથા તેલ જપ્ત કરવા માટે પાડેલા દરોડા અંગે પૂછવામાં આવ્યું ત્યારે એના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર તરફથી માત્ર 70 દરોડા જ પાડવામાં આવ્યા. આ સમયગાળામાં રાજ્યના 12 જિલ્લામાં એક પણ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા નથી. જે ચોંકાવનારો ખુલાસો સરકારે કર્યો છે. છેલ્લા બે વર્ષમાં પાડવામાં આવેલા દરોડામાં 70 દરોડામાંથી 759764 કિલો ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત 13689992 રૂ. જેવી થાય છે. આ યાદીમાં સૌથી વધારે દરોડા સુરત, અમરેલી તથા ગીરસોમનાથમાં પાડવામાં આવ્યા છે. જ્યારે ભરૂચ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, વલસાડ, મોરબી, સાણંદ, સાબરકાંઠા, નર્મદા, ડાંગ અને મહેસાણા જેવા જિલ્લામાં એક પણ દરોડો પડાયો નથી. એટલે ત્યાં કોઈ રીતે તેલનું ચેકિંગ કરવામાં આવ્યું જ નથી.

જોકે, હકીકત એવી પણ છે કે, જ્યારે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોય છે ત્યારે પણ તેલના ભાવમાં કોઈ ખાસ ફેર પડતો નથી. જ્યારે સ્ટોક મર્યાદિત હોય ત્યારે સંગ્રહખોરો ખોટી રીતે મોટા ભાવ વધારા કરીને રીતસરની લૂંટ ચલાવે છે. આ સમયે ન તો તોલમાપ વિભાગ કોઈ પગલાં લે છે કે, ન તો વહીવટી તંત્ર કોઈ પ્રકારનું ચેકિંગ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં જ્યારે પણ તેલના ભાવ વધે છે ત્યારે ફરસાણથી લઈને કેટરિંગ સુધીના તમામ ક્ષેત્રને માઠી અસર થાય છે. પણ તેલિયા રાજા અને સંગ્રહખોરોને કોઈ જ સરકારની બીક ન હોય એવું ચિત્ર આ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW