HomeGujaratતમારા પૈસા પડી ગયાનું કહી વેપારીને લાલચ આપી ગઠીયા રૂ 15 લાખનો...

તમારા પૈસા પડી ગયાનું કહી વેપારીને લાલચ આપી ગઠીયા રૂ 15 લાખનો થેલો લઇ ફરાર

મોરબી શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને જૂના બસ સ્ટેશન નજીક ઓફીસ ધરાવતા રાકેશભાઈ ચંદુભાઈ સંઘાણી નામના વેપારી ટાઈલ્સના વેપારીની જુના બસ સ્ટેશન નજીક આવેલ વિવાહ સાડી શો રૂમ ઉપર આવેલ જૂની ઓફિસમાં ચેક બુક લેવા ગયા હતા જ્યાંથી પરત નીકળતા હતા અને પોતાની જીજે 36 આર 9134 નંબરની કાર લઇ પરત ફરતા હતા તે દરમિયાન એક બાળક તેમની પાસે આવીને તમારા રૂપિયા પડી ગયા છે.

તેમ જણાવતા વેપારીએ પોતાના ન હોવાનું કહી નીકળી ગયો હતો જેથી વેપારી રૂપિયા લેવા નીચે નમ્યા કે અન્ય શખ્સોએ કારનો પાછળનો દરવાજો ખોલી રૂ 15 લાખ જેટલી રકમ ભરેલો થેલો લઇ રફુચક્કર થઇ ગયા હતા રાકેશભાઈ કારમાં બેસતી વખતે થેલો ન દેખાતા ચોરી થયાનું સમજી ગયા હતા આ ઘટના બાદ તુરત રાકેશભાઈ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ મળતા સાથે એ ડીવીઝન પોલીસની ટીમે અલગ અલગ ટીમ બનાવી આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.અને સૌ પ્રથમ આરોપીઓ સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ તપાસમાં આરોપી ઇકો કાર ભાડે રાખી રાજકોટ તરફ જતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ ટંકારા અને રાજકોટ જતા માર્ગો પર નાકા બાંધી કરી હતી અને રાજકોટ પોલીસની મદદથી રૂપિયા લઈને જતા 2 શખ્સને ઝડપી લીધા હતા અને મોરબી પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી ઝડપાયેલ આરોપી મૂળ કર્નાટકના વતની હોવાનું અને પિતા પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW