HomeGujaratCentral Gujaratમોંઘવારીને મારઃ દૂધ બાદ હવે અમૂલે દહી અને છાશના ભાવમાં વધારો કર્યો

મોંઘવારીને મારઃ દૂધ બાદ હવે અમૂલે દહી અને છાશના ભાવમાં વધારો કર્યો

મોંઘવારીના માર વચ્ચે પ્રજાની પિસાતી હાલતમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને તાજેતરમાં ગેસના ભાવ વધારા બાદ થોડા દિવસ પહેલા અમૂલ દૂધમાં રૂ.2નો વધારો કરાયો હતો. અમૂલે દૂધમાં રૂ.2નો વધારો કર્યા બાદ હવે પોતાના બીજા ઉત્પાદન દહીં અને છાશમાં મોટો ભાવ વધારો કર્યો છે. છાશ અને દહીંના ભાવમાં રૂ.1થી 2નો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે મધ્યમવર્ગની વધારે કમર તૂટશે.

નવા ભાવ અનુસાર અમૂલ જીરા છાશના પાઉચમાં રૂ.1નો વધારો કરાયો છે. જ્યારે મસ્તી દહીંના પાઉચમાં રૂ.1થી 2નો મોટો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ, દહી અને છાશની કિંમતમાં ભાવ વધારા બાદ હેવ ટૂંક જ સમયમાં આઈસક્રિમના ભાવ વધે તો નવાઈ નહીં. એટલે આ વખતેના ઉનાળામાં દહીં છાશના ભાવ ખિસ્સાનો ભાર વધારશે એ નક્કી છે. આ પહેલા ગત વર્ષે જૂલાઈ મહિલનામાં દૂધના ભાવમાં મોટો વધારો કરાયો હતો. અમૂલ દૂધ બાદ દહીં અને છાશમાં થયેલો ભાવ વધારો મધ્યમ અને ગરીબ વર્ગ માટે દુકાળમાં અધિક માસ સમાન પુરવાર થશે. આ ભાવ વધારાની પાછળ લોજિસ્ટિક, પેકેજિંગ, પશુના આહાર તેમજ દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલો ભાવ વધારો મુખ્ય મનાય રહ્યો છે. આવનારા દિવસોમાં અમૂલની જુદી જુદી કોમોડિટી અને ઉત્પાદનમાં ભાવ વધારો થશે એ નક્કી મનાય રહ્યું છે.

જોકે, સ્થાનિક સ્તરે ડેરી ઉત્પાદનના ભાવમાં વધારો થવાના એંધાણ છે. ખાસ કરીને દરેક જિલ્લામાં નાની મોટી ડેરીઓમાં દહીં છાશના ભાવ વધશે એ નક્કી મનાય રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ તમામ વર્ગને ડામ દેતા જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને દૈનિક વપરાશની વસ્તુમાં ભાવ વધારો થતા તમામ વર્ગનું બજેટ ખોરવાયું છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થવાની ભીતિ છે ત્યારે ફરી અન્ય કોમોડિટીમાં પણ ભાવ વધારો લાગુ પડે એવી પૂરી શક્યતાઓ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ક્રુડ કોમોડિટીને માઠી અસર થઈ હોવાનું મનાય રહ્યું છે. પણ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ચાલી રહેલી હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW