HomeGujaratગુંદાળામાં યુવાને પાડોશીને રૂપિયા નહીં આપતા હુમલો કરી રૂપિયાની ચલાવી લૂંટ

ગુંદાળામાં યુવાને પાડોશીને રૂપિયા નહીં આપતા હુમલો કરી રૂપિયાની ચલાવી લૂંટ

ગોંડલ તાલુકાના ગુંદાળા ચોકડી નજીક એક યુવાનને બે શખસોએ પાઈપ વડે માર મારીને રૂપિયા 3 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. તો યુવાનને લોખંડનો પાઈપ મારીને ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગોંડલના ગુંદાળા ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુ રૂપા મેઘવાળ (ઉ.વ.30) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવિ દેવીપૂજક અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ગઈકાલે સાંજે કાળુ ગુંદાળા ચોકડી સીએનજી પંપ પાસે ઉભો હતો ત્યારે ઘર પાસે જ રહેતા રવિ દેવીપૂજકે તેની પાસે પૈસાની માંગણી કરતાં પૈસા આપવાની ના પાડતા બન્ને શખસોએ ઉશ્કેરાઈ જઈ પાઈપ વડે માર મારી ખીસ્સામાંથી રૂા.3000ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં. ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW