ઉત્તરપ્રદેશના હરદોઈમાં ગુટખાના વેપારીના ઘર ઉપર ઈનકમ ટેક્સ વિભાગે રેડ પાડી છે. હરદોઈમાં ગુટખાના વેપારી અવસ્થી બ્રધર્સના ઘર સહિત 10 સ્થળોએ છેલ્લા 52 કલાકથી આવકવેરા વિભાગના દરોડા યાથાવત્ત છે. આઈટી વિભાગના અંદાજે 100 અધિકારી ઘર અને અલગ અલગ સ્થળોએ અવસ્થી બ્રધર્સના કાળા કારનામાઓની કુંડળી તપાસી રહી છે. આ રેડમાં હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના હાથોમાં કરોડો રૂપિયા લાગ્યાં છે.

હરદોઈમાં નઘેટા રોડ નિવાસી સુધીર અવસ્થી અને પુનિત અવસ્થીની અવસ્થી જર્દા ભંડાર નામની પેઢી છે. બંને ભાઈઓ તમાકુ અને પાનમસાલાના વેપાર કરે છે. તમાકુના વેપારીના આશરે 10 વધારે સ્થળો ઉપર આવકવેરા વિભાગની ટીમ દ્વારા બુધવારે સવારથી રેડ શરૂ કરી છે. જે અત્યારે પણ યથાવત્ત છે. મોડી રાત્રે રેડનું કામ રોકાયું હતું. ઓફિસરોએ આરામ કર્યો હતો. પરંતુ આવકવેરા વિભાગના ઓફિસરોએ કોઈને બહાર જવાની પરવાનગી આપી હતી નહીં કે કોઈને અંદર આવવાની પણ પરવાનગી આપી હતી નહીં. સવાર થતાની સાથે રોકડ અને દસ્તાવેજોની તપાસ શરૂ કરાઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, ડેપ્યુટી કમિશનર ભરત અવસ્થીની આગેવાનીમાં બુધવારે સવારે જર્દાના વેપારી ઉપર પડેલી રેડ યથાવત્ત છે. આશરે 52 કલાક કરતા પણ વધારે સમયથી 10 જેટલા સ્થળો ઉપર સતત દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે. જો કે આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગને કરોડો રૂપિયા હાથે લાગ્યાં હોવાની શંકા સેવાઈ રહી છે. આ રૂપિયા ગુણમાંભરેલા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત ઘણા મહત્વના દસ્તાવેજો પણ ઓફિસરોની હાથે લાગ્યાં છે. જેને કબ્જામાં લઈને તેની તપાસ હાથ ધરી છે.

