HomeNationalInter Nationalશેન વોર્નનો એ સેન્ચ્યુરી ઓફ ધ યર બોલ, જે કોઈ બોલર ફેંકી...

શેન વોર્નનો એ સેન્ચ્યુરી ઓફ ધ યર બોલ, જે કોઈ બોલર ફેંકી શક્યું નથી

ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન થયું છે. જણાવાઈ રહ્યું છે કે, તેનું નિધન હૃદયરોગના હુમલાથી થયું છે. શેન વોર્ન ક્રિકેટમાં બીજા સૌથી વધારે 708 વિકેટ લેનારા બોલર છે. પરંતુ તેની ઓળખ એ નથી.

વોર્ન પોતાની બોલીંગથી સારા-સારા બેટ્સમેનોને ચકમો આપી દેતા હતા. એક વખત તેને એવો બોલ નાંખ્યો જેને ઈતિહાસમાં બોલ ઓફ ધી સેન્ચ્યુરીના નામથી નોંધવામાં આવ્યો હતો. તેની 90 ડિગ્રી ટર્ન લેતા બોલે બેટ્સમેનોને વિચારવા માટે મજબુર કરી દીધા હતાં.

બોલ ઓફ ધી સેન્ચ્યુરીને શેન વોર્ને 1993માં એસેઝ સિરિઝ દરમયાન ફેંકી હતી. વોર્ને 4 જૂન 1993માં ઈંગલેન્ડની સામે ઓલ્ડ ટ્રેફર્ડ મૈનચેસ્ટર ટેસ્ટમાં ઈંગલેન્ડના બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યાં હતા. તે બોલ આશરે 90 ડિગ્રીએ ટર્ન લીધો હતો. જેને જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. બોલ ઓફ ધ સેન્ચ્યુરી નામના બોલે વોર્નની જિંદગી બદલીને રાખી દીધી હતી.

વોર્નનો તે બોલ લેગ સ્ટમ્પની ઘણી બહાર પડ્યો હતો અને લાગી રહ્યું હતું કે તે બોલ વાઈડ થશે. તેના જ કારણે ગેટિંગે તેને રમવાનો પ્રયાસ કર્યો ન હતો. તે વચ્ચે જોરદાર ઝડપથી તે બોલ ટર્ન થયો અને ગેટિંગને ચકમો આપીને તેના ઓફ સ્ટમ્પ ઉપર જઈને લાગ્યો જેને જોઈએ સૌ કોઈ હેરાન થઈ ગયા હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW