HomeGujaratભૂપત બોદરે સ્ટેટસ મૂક્યું, ઓટ જોઈને કિનારે ઘર ન બનાવે,જયેશ રાદડિયા વિશે...

ભૂપત બોદરે સ્ટેટસ મૂક્યું, ઓટ જોઈને કિનારે ઘર ન બનાવે,જયેશ રાદડિયા વિશે કહ્યું….

રાજકારણમાં કોણ ક્યારે વિરોધમાં થઈ જાય અને કોણ સમર્થનમાં ઊતરી જાય એનું નક્કી રહેતું નથી. ક્યારેક વિરોધ કરનારા હેડલાઈન્સમાં રહે છે તો ક્યારેક સમર્થન આપનારાઓનું સ્ટેટ્સ ઘણું બઘુ કહી જાય છે. આવી જ એક ઘટના સૌરાષ્ટ્રના રાજકારણમાંથી સામે આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં મંત્રીપદે રહેલા જયેશ રાદડિયા હાલમાં ભલે મંત્રી તરીકે હોય પણ સહકારી ક્ષેત્રે તેમણે પોતાના પિતાના પગલે ચાલીને દબદબો જાળવી રાખ્યો છે.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના સહકારી નેતૃત્વએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરી દીધી છે. આ માહોલ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનું મોબાઈલ સ્ટેટસ ચર્ચામાં છે. રાજકોટ સહકારી જગતમાં ભાજપમાં બે જુથ છે. જિલ્લા બેંક ચેરમેન જયેશ રાદડિયા તો બીજા પક્ષમાં યાર્ડના વર્તમાન ડાયરેક્ટર પરસોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા, યાર્ડ પૂર્વ વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા અને રાજકોટ લોધિકા સંઘના વર્તમાન ડાયરેક્ટર વિજય સખિયાનો સમાવેશ થાય છે. કેટલીક ફરિયાદના ઉકેલ માટે ભાજપના સહકારી જગતના નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ખાસ મુલાકાત કરી હતી. જિલ્લા સહકારી બેંકમાં ભરતીમાં અને સહકારી જગતમાં લેવાતા નિર્મય સામે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હવે નિર્ણય લેવા માટે 10 દિવસ સુધીની રાહ જોવી પડશે. આ માટે ફરીથી એક રણનીતિ ઘડવામાં આવશે. જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રે રાજકોટ પંથકમાં રાજકીય વર્ચસ્વ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનું સ્ટેસ ચર્ચામાં રહ્યું છે. જયેશ રાદડિયાની તરફેણ કરતું સ્ટેટસ હાલ રાજકોટના રાજકારણમાં ચર્ચામાં છે. ભૂપતભાઈએ જયેશ રાદડિયાના સ્પીચ આપતા ફોટો સાથે એક શાયરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, કહો વિરોધીઓને દરિયાની જેમ હું પાછો જરૂર આવું છું. એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.

જોકે, છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રે ઘણા સક્રિય છે. ખાસ કરીને રાજકીય લોબીના મુખ્ય પ્રવાહમાં ન હોવા છતાં તેમણે સહકારી ક્ષેત્રે પોતાનો દબદબો પિતાની જેમ યથાવત રાખ્યો છે. જોકે, હાલમાં સહકારી ક્ષેત્રે ભાજપમાં ફાટા પડી જતા રાજકોટ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. જેને લઈને અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. જોકે, આ મામલે જ્યારે જયેશ રાદડિયાનો સંપર્ક કરાયો ત્યારે તેમનો કોઈ રીતે સંપર્ક થયો નથી. જોકે, આ સ્ટેટસ પર તેમણે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી પ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW