HomeNationalયુક્રેનની અપીલ પર એલન મસ્કે દરિયાદિલી દાખવી, આ રીતે કરી દીધી મદદ

યુક્રેનની અપીલ પર એલન મસ્કે દરિયાદિલી દાખવી, આ રીતે કરી દીધી મદદ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે શનિવારે એક મોદી મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે, કંપની સ્પેસએક્સની સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા યુક્રેનમાં શરૂ થઈ ચૂકી છે. રશિયાના હુમલાઓ વચ્ચે સંકટમાં ફસાયેલા યુક્રેનને સીધી રીતે મોટી મદદ કરી છે. યુક્રેનની રાજધાની કિવની સત્તાવાર વિનંતી બાદ તેમણે આ મદદ ધ્યાને લીધી છે. એ પછી તેમણે આ સર્વિસ પૂરી પાડી છે. કિવના અધિકારીઓએ મુશ્કેલીગ્રસ્ત દેશમાં આ સુવિધા દેવા માટે અપીલ કરી હતી.

દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટ કર્યું કે, રસ્તામાં વધારે ટર્મિનલ જોડતા સ્ટરાલિંક સેવા હવે યુક્રેનમાં એક્ટિવ થઈ છે. આ ટ્વિટ યુક્રેનના ડિજિટલ ટ્રાંસફોર્મેશનના પ્રધાનના પ્રધાન મિખાઈલ ફેડોરોવે એલન મસ્કને યુક્રેન સ્ટારલિંક સર્વિસ આપવા વિનંતી કર્યાના આશરે 10 કલાક પછી આવી. ચાર દિવસ પહેલા જ પાડોશી દેશ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. આ પહેલા પણ ફેડોરોવે એલન મસ્કને એક ટ્વીટ કરી હતી. જેમાં કહ્યું હતું કે, જ્યાં તમે મંગળ પર વસાહત બનાવવા પ્રયાસ કરો છો. રશિયા યુક્રેન પર કબજો કરવા માટે પ્રયાસ કરે છે. જ્યારે તમારા રોકેટ અવકાશમાં સફળતા પૂર્વક પગ મૂકે છે. એ સમયે રશિયન રોકેટ યુક્રેનની પ્રજા પર હુમલો કરે છે. અમે તમને યુક્રેનને સ્ટારલિંક સ્ટેશન આપવા માટે વિનંતી કરીએ છીએ. અબજોપતિ એલન મસ્કને એવી અપીલ કરી હતી કે, સમજદાર રશિયન નાગરિકોને પોતાની સરકારના આક્રમણ સામે ઊભા રહેવા માટે સંબોધીત કરે. ઈન્ટરનેટ મોનિટર નેટ બ્લોક્સે જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેનમાં લશ્કરી પગલાં લીધા છે. એ સમયથી ઈન્ટરનેટ સેવામાં નોંધપાત્ર રીતે વિપક્ષોની મોટી શ્રેણી જોવા મળી રહી છે. સ્ટારલિંક 2000થી વધારે ઉપગ્રહોનું એક ગ્રૂપ સંચાલન છે.

જેનો હેતું સમગ્ર ગ્રહ પર ઈન્ટરનેટ એક્સેસ આપવાનો છે. જોકે, આમ પણ એલન મસ્ક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે જાણીતા છે. એમની કંપની પણ આ પ્રકારની સર્વિસમાં આગળ પડતો ભાગ ભજવે છે. જોકે, ટૂંક જ સમયમાં સ્થિતિ થાળે પડી જશે. એવું વિદેશી સંબંધોના નિષ્ણાંતોનું માનવું છે. પણ જો સ્થિતિ તણાવગ્રસ્ત રહી તો એની એક અસર ભારત દેશ ઉપર પણ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW