HomeGujaratમાળિયામાં કેનાલથી સિંચાઈ પાણી નહી આપવામાં આવે તો આંદોલનની રાજકીય અગ્રણીની ચીમકી

માળિયામાં કેનાલથી સિંચાઈ પાણી નહી આપવામાં આવે તો આંદોલનની રાજકીય અગ્રણીની ચીમકી

રાજ્ય મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મોરબી માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન મગન ભાઈ વડાવીયા દ્વારા મોરબી માળિયા તાલુકાના સિંચાઈ વિહોણા બાવન ગામોને કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવા માટે બજેટ માં જોગવાઈ કરવાની વાતને સ્વીકારીને સમંતિ આપી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્તારમાં કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે તે જરૂરી છે કેનાલ દ્વારા પાણી આવશે ખેડૂતોને સિંચાઈ માટે કાયમી રાહત થશે

આ વિસ્તાર હાલ ચોમાસું પાક આધારિત છે તે વર્ષમાં ત્રણ પાક લઇ શકશે. જો આ વિસ્તારમાં મચ્છુ ૩ ડેમથી કેનાલ કાઢી માળિયા તાલુકાના 52 ગામમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે તો મંત્રી મેરજા સાંસદ મોહન કુંડારિયા તેમજ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મગન વડાવીયાનું જાહેરમાં સન્માન કરવામાં આવશે તેવી સામાજિક અને રાજકીય આગેવાન કે.ડી. બાવરવા જાહેરાત કરી છે

ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે આવી જાહેરાત કરવામાં આવી રહી છે લોલીપોપ જાહેરાત હોવાની પણ આશંકા સેવાઈ રહી છે જો આ જાહેરાત ખરેખર સાચી હોય તો જેમ કચ્છના ખેડૂતોને તેઓની માંગણી સામે સરકારે કેનાલ માટે સૈધાંતિક સ્વીકાર કરીને મંજુરીનો ઓર્ડર લેટર તાત્કાલિક આપવા અપીલ કરી છે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ જણાવ્યું હતું

જોકે આગેવાનો કેનાલથી પાણી નહી આપવા પણ અમુક જ ગામના તળાવો ભરવા માટેનો પ્લાન બનાવેલ છે. જેમાં અમુક ગામ ના લોકોને ભરમાવી ને છેતરવા માટે આ કાવતરું કરેલ છે. અને આ મંજુરી કેનાલની નહિ પરંતુ તળાવો ભરવાની મંજુરી હશે. જો આવું હશે તો આ ખેડૂતોમાં ભાગલા પાડવા માટેની રાજનીતિનો એક ભાગ હોવાના પણઆક્ષેપ થઇ રહ્યા છે ભૂતકાળમાં તળાવો ભરવા માટે તો પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા પણ પ્રસ્તાવ મુક્યો હતો જોકે તે વખતે વિરોધ પક્ષમાં રહેલા બ્રિજેશ મેરજા દ્વારા તેનો વિરોધ કરી કેનાલ થી ઓછું કઈ નથી જોઈતું નથી તેવા બણગા ફૂક્યા હતા.

હવે જો કેનાલ ની માંગણી ને ભૂલાવવા માટે અને ખેડૂતો સાથે કોઈ પણ પ્રકાર ની છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરવા માં આવશે કે આ વિસ્તાર ના ખેડૂતો ની ન્યાયિક અને વ્યાજબી માંગણી સાથે કોઈ ચેડા કરવાનો પ્રયત્ન કરશે તો તે વાત અમો ને બિલકુલ મંજુર નહિ હોય અને ખેડૂતો ને અન્યાય કરનાર સામે લડત લડીશું. પરંતુ ખેડૂતો ના હિત ને નુકશાન થવા નહિ દઈએ અને અમો આ વાત ને સાંખી નહિ લઈએ અને ખેડૂતો વતી તેઓ ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW