HomeGujaratમોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં વિકસતી જાતિના લાભાર્થીઓને યોજનાઓની સહાય અર્પણ કરાશે

મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં વિકસતી જાતિના લાભાર્થીઓને યોજનાઓની સહાય અર્પણ કરાશે

મોરબી જિલ્લામાં આગામી તા.25થી 27 ફેબ્રુઆરી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે આ મેળામાં અલગ અલગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર અલગ અલગ યોજના હેઠળ સમાવવામાં આવેલ લાભાર્થીઓને મળવાપાત્ર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીના જણાવ્યા અનુસાર, આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય અર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 167 વિદ્યાર્થિનીઓને રૂ 7 07 579 ના ખર્ચની કિમતની સાયકલ આપવામાં આવશે.આ ઉપરાંત
કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત 41 લાભાર્થીઓને 4,58 000 સહાય આપવામાં આવનાર છે જ્યારે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય રૂપેરૂ 1,72,149ના ખર્ચે 16 લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આમ, ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી દ્વારા 224 લાભાર્થીઓને 13 37 728ના ખર્ચે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિના આર.આર. શાહે જણાવયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW