HomeGujaratમોરબીના ધરમપુર નજીક બે યુવાન પર હુમલો, એકને છરી વાગતા ગંભીર

મોરબીના ધરમપુર નજીક બે યુવાન પર હુમલો, એકને છરી વાગતા ગંભીર

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા અને કલર કામ કરતા મોહિતકુમાર ઉદયભાન તેમજ તેમના કાકા ઉદય પ્રકાશ નાગડાવાસ થી કલર કામ કરીને પરત ફરતા હતા. દરમિયાન ધરમપુર ગામના પાટિયા પાસે દેવેન્દ્રસિંગ ઉર્ફે બિંદુએ તેઓને રોક્યા હતા અને અગાઉ એસટી બસમાં વાળ ખેચાવવા મુદે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી દેવેન્દ્રસિંગ આનંદ સિંગ તેમજ બીપીન ઉર્ફે બીપીએ પકડી રાખી માર માર્યો હતો દરમિયાન યુવકના કાકા ઉદયપ્રકાશે પ્રતિકાર કરતા આરોપી દેવેન્દ્રસિંગે છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.બનાવમાં યુવકના કાકાને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે યુવકે ત્રણેય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી ૩૦૭ વિરુદ્ગ ગુન્હો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW