એક તરફ રાજ્યમાં દારૂબંધીની વાતો કરાઈ રહી છે. ત્યારે ગીર સોમનાથના ઉનામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાં છે. ઉના નજીક આવેલા કાલાપણ ગામના લગ્નપ્રસંગમાં દારૂની રેલમછેલનનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ વીડિયોમાં અનેક યુવાનો દારૂની બોટલ લઈને ધમાલ કરતા પણ નજરે પડે છે.

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે. ઉનાના કાલાપણ ગામનો લગ્નપ્રસંગમાં દારૂનો વરસાદ થતા વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં કેટલાક લોકોને કાયદાનો કોઈ ડર હોય નહીં તેમ હાથમાં જ દારૂની બોટલો લઈને છોળો ઉડાડતા અને ઝુમતા નજરે પડી રહ્યાં છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એકબીજા ઉપર અત્તરની જેમ છાંટી રહ્યાં છે.

