HomeGujaratએક તરફી પ્રેમીના ત્રાસથી પરેશાન ધો.9ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ

એક તરફી પ્રેમીના ત્રાસથી પરેશાન ધો.9ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં એક તરફી પ્રેમીના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં તુ મારી વાઈફ છો કહીને હેરાન કરતા શખસના ત્રાસથી કંટાળીને ધો.9માં અભ્યાસ કરતી તરૂણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીની માતાની ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નાના મવા રોડ ઉપર આવેલી નહેરૂનગર શેરી નં-5માં રહેતો એક તરફી પ્રેમી ધવલ મુકેશભાઈ રાજપોપટ નામનો શખસ છેલ્લા ઘણા સમયથી ધો.9માં ભણતી એક વિદ્યાર્થિનીની ફોનમાં તુ મારી વાઈફ છો કહીને ત્રાસ આપતો હતો. તેમજ તરૂણીની સતત પજવણી કરતો હતો. જેથી તરૂણીએ પોતાના હાથમમાં છરીથી છરકા મારી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આ અંગે તરૂણીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગઈકાલે તેણીની દિકરીએ પોતાના હાથના કાંડા ઉપર છરીથી છરકા માર્યાં હતાં આ સમગ્ર ઘટના તે જોઈ જતા તેણીની પુત્રી રડવા લાગી હતી. જ્યારે આ અંગેનું પુત્રીને કારણ પુછ્યું ત્યારે તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં દિકરી મોબાઈલ ફોન ઉપર અભ્યાસ કરતી હતી એ દરમયાન તેનો પરિચય ઈન્સ્ટાગ્રામ ઉપર ધવલ નામના શખસ સાથે થયો હતો. બંને સામાન્ય વાતચીત કરતા હોવાની ખબર પડતા માતાએ ધવલનો નંબરર બ્લોક કરી નવુ સિમકાર્ડ લઈ દીધું હતું.

ત્યારબાદ પુત્રીને હેરાન પરેશાન કરનાર ધવલે તેણીની દિકરીનો નંબર મેળવી લેતા આ અંગે ધવલના પિતા મુકેશને આ અંગેની વાત કરવા માટે ગયા હતા. ત્યારે ધવલના પિતાએ તેમના પરિવાર ઉપર કેસ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ધવલ અવાર નવાર તેણીની પુત્રીના ફોટા પુત્રીની બહેનપણીના મોબાઈલફોનમાં મોકલતો હતો. જ્યારે તે શાળાએ જતી હતી ત્યારે તેની પજવણી પણ કરતો હતો. ગઈકાલે શાળાએથી આવતી હતી ત્યારે રસ્તામાં ઉભો રહી હાથ પકડીને તુ મારી વાઈફ છો કહીને હેરાન કરવા લાગ્યો હતો. આ સમગ્ર વાત પુત્રીએ તેણીની માતાને કહી હતી. ધવલ નામના શખસની હેરાનગતી, છેડછાડથી કંટાળીને તેણીની દિકરીએ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની તરૂણીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધવલ વિરૂદ્ધ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW