યુનાઇટેડ કિંગડમ (યુકે) માં, ડેલ્ટાક્રોન વેરિઅન્ટ કોવિડના કેસ ફરી એક વખત દેખાઈ રહ્યું છે. ડેલ્ટાક્રોન એ કોરોનાવાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન બંને સ્વરૂપોનું સંયોજન છે. તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવે છે કારણ કે તે ડેલ્ટા જીનોમની અંદર જોવા મળતા ઓમીક્રોન જેવા આનુવંશિક સાઈન ધરાવે છે.
સુપર-મ્યુટન્ટ ડેલ્ટાક્રોન એવા દર્દીમાં વિકસિત થયો હોવાનુ માનવામાં આવે છે કે જેઓ એક જ સમયે COVID ના બંને પ્રકારોથી ચેપગ્રસ્ત થયા હતા, પરંતુ તે સ્પષ્ટ નથી કે આ પ્રકાર યુકેમાં અન્યત્ર ઉદ્દભવ્યો છે કે અહીંથી ઉદ્દભવ્યો છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (યુકેએચએસએ) ના અધિકારીઓ પણ જાણતા નથી કે નવા વિકસિત વાયરસ કેટલો ચેપી અથવા ગંભીર છે અથવા તે રસીના પ્રભાવને અસર કરશે કે કેમ.” યુકેએચએસએના એક સ્ત્રોતે ભારપૂર્વક જણાવ્યું હતું કે અધિકારીઓ આ પ્રકાર વિશે “ચિંતિત નથી” કેસની સંખ્યા ‘ઓછી’ છે. રિપોર્ટ અનુસાર, UKHSA ના સાપ્તાહિક વેરિઅન્ટ સર્વેલન્સ રિપોર્ટમાં નવી એડીશન જાહેર કરવામાં આવી હતી.
તે લેબની ભૂલ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ડેલ્ટાક્રોન વેરિઅન્ટ છેલ્લા કેટલાક દિવસોમાં ચિંતાનું કારણ બની ગયો છે, ખાસ કરીને યુકેમાં લોકો તેનાથી સંક્રમિત હોવાના આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ પછી. જ્યારે જાન્યુઆરી 2022 માં સાયપ્રસમાં ડેલ્ટાક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને પ્રયોગશાળા દૂષણ તરીકે વર્ણવ્યું હતું.

